બોડેલી નજીક કકરોલિયા પાસે સાત થી આઠ જેટલા જેસીબી મશીન તેમજ હિટાચી મશીન કામે લગાવી પીએમ મોદીના કાર્યક્રમના સભા સ્થળ હેલીપીડ તેમજ પાર્કિંગ વ્યવસ્થાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે
ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો સંભવિત જાહેર સભા નો કાર્યક્રમ આગામી 31 મી ઓક્ટોબરના રોજ યોજવાનો હોય હાલ તંત્ર દ્વારા સભા સ્થળ તેમજ હેલીપેડ સ્થળ તેમજ પાર્કિંગ સ્થળની સાફ-સફાઈ તેમજ રંગ રોગાન ની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કકરોલીયા ખાતે આવેલ ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની વિશાળ લગભગ ૧૦ થી ૧૨ એકર જેટલી જગ્યામાં સંભવિત 31મી ઓક્ટોબરના રોજ સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે
ઉલ્લેખનીય છે કે પાછલા દસ દિવસથી બોડેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની સભાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને ત્યાં પણ હેલીપેડ થી લઈ સભા સ્થળની જમીનોની સાફ-સફાઈ તેમજ રોડ વગેરેની કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો સંભવિત કાર્યક્રમ જાંબુઘોડા ના કકરોલીયા ખાતે આવેલ ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના મેદાનમાં સંભવિત 31 ઓક્ટોબરના રોજ યોજાશે તેમ જાણવા મળ્યું હતું આ અંગે પંચમહાલ જિલ્લા કલેકટર તેમજ ડીએસપી સહિતના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા ગતરોજ સભાસ્થળની મુલાકાત લઇ આજરોજ સમગ્ર વહીવટી તંત્રને કામે લગાડી દીધું હતું અને વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર