ભારત – ૨૪ અને ફસ્ટ ઇન્ડિયાન્યુઝ દ્વારા તારીખ:- ૧૯/૦૯/૨૦૨૨ ને સોમવારે ગીફ્ટસીટી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી ના હસ્તે ગુજરાતના એવા વિશેષ વ્યક્તિ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા કે જેમણે સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ કામગીરી કરી સમાજનીપ્રગતિ માંસિંહ ફાળો આપ્યો હોય. આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીચુનીભાઈ ગજેરા નેશિખર સન્માન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યાં. ગજેરા ટ્રસ્ટ અને લક્ષ્મી ડાયમંડ દ્વારા સતત ચાલતી સામાજિક સેવા પ્રવૃતિઓ અને ઔદ્યોગિક ક્ષેત્ર ની હરણફાળ ને ધ્યાને લઇ શ્રી ચુનીભાઈ ગજેરાને આ વિશેષ સન્માન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.


