પ્રતિ વર્ષ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ થકી છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે , આ વર્ષે છોટાઉદેપુર તાલુકામાં કુલ 287 ખેડૂતોએ અંદાજે 1500 મેટ્રિક ટન ડાંગર વેચાણ માટે પોતાની ગ્રામપંચાયત કચેરીએથી નોંધણી કરાવી હતી, જોકે અનિયમિત વરસાદને લઈ પાકમાં થોડો ઘટાડો થયો છે,નોંધણી કરાવેલ 287 પૈકી અત્યારસુધી 260 ખેડૂતોએ પોતાના ખેતરમાં પકવેલ ડાંગર છોટાઉદેપુર માં આવેલ નિગમના ગોડાઉન ખાતે ચાલી રહેલ ખરીદ કેન્દ્ર ઉપર લાવી વેચાણ કરેલ છે, ડાંગર નો આમ બજારમાં 340 થઈ 350 પ્રતિ મણનો ભાવ છે પરંતુ નિગમ દ્વારા નક્કી કરાયેલ 408 રૂપિયાનો ખેડૂતોને ભાવ આપવામાં આવ્યો છે, છોટાઉદેપુર પંથકમાં ડાંગરની ખેતી કરતા આદિવાસી ખેડૂતો પોતાના ખેતરમાં પકવેલ ડાંગર નિગમમાં વેચી સારો ભાવ મેળવી રહ્યા છે અને સારો આર્થિક ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે.છોટાઉદેપુર સહિત જિલ્લાના તમામ તાલુકા મથક ઉપર નિગમ દ્વારા ડાંગર ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર