ગુજરાત વિધાનસભાની ચૂંટણી તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જાહેરાત કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભામાં પણ કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કરી વિધાનસભાની ચૂંટણીમાં બ્યુગલ ફૂંક્યું છે અને
કોંગ્રેસે 139 વિધાનસભા સંખેડા માં કોંગ્રેસના નેતા ધીરુભાઈ ભીલ ને ટિકિટ આપી છે ધીરુભાઈ ભીલ એ કહ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી છે આ ચૂંટણી માં મને વિધાનસભામા મતદારો મોકલશે તેવી મને ખાતરી અને વિશ્વાસ છે
ગુજરાત વિધાનસભાની સંખેડા બેઠક પર કોંગેસ ના ઉમેદવાર ધીરુભાઇ ભીલ જાહેર થતાં બોડેલીમા કોંગ્રેસના કાર્યકરૉએ અલીપુરા ચાર રસ્તા પર ભેગા થઈ અને ધીરુભાઈ ભીલને હાર પહેરાવી આતસબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી સંખેડા વિધાનસભામાં કોંગ્રેસ માટે એક માત્ર ઉમેદવાર એવા ધીરુભાઈ ભીલ પહેલા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓ લોકપ્રિય પણ રહ્યા છે શાંત અને સરળ સ્વભાવના એવા ધીરુભાઈ ભીલની ટિકિટ કોંગ્રેસ તરફથી મળશે એવી વાત ને લઈ સંખેડા 139 વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કોઈ પણ કાર્ય કરે ટિકિટની માંગણી કરી ન હતી
સંખેડા બેઠક પર કોંગેસ ના ઉમેદવાર ધીરુભાઇ ભીલ જાહેર થતાં બોડેલીમા કોંગ્રેસના કાર્યકરૉએ અલીપુરા ચાર રસ્તા પર ભેગા થઈ ને ધીરુભાઈ ભીલને હાર પહેરાવી આતસબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર