Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં તા.૨૯ નવેમ્બર, સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માં  પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાં તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તા.૨૯-૧૧-૨૦૨૨ ના સાંજના ૫:૦૦વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૨૬ મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

પ્રથમ તબક્કામાં તા.૨૯-૧૧-૨૦૨૨ ના સાંજના ૫:૦૦ વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં તા.૦૫-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના ૫:૦૦કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે તા.૦૩-૧૨-૨૦૨૨ ના સાંજના ૫:૦૦વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *