Gujarat

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના હરખભેર વધામણા કરતું અમરેલી

ગામે ગામ ઢોલ નગારા સાથે શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી જે વી કાકડિયા અને શ્રી જનકભાઈ તળાવિયાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું
અમરેલી જિલ્લામાં આજનો દિવસ ઐતિહાસિક રહ્યો. ચાવંડ ચોકડીથી લઈને અમરેલી સુધી નગરજનોએ અપાર પ્રેમ સાથે આપણા ધારાસભ્યોને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમરેલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ચાવંડ, લાઠી, વરસડા, ઇશ્વરિયા સહિતના ગામોના લોકોએ શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી જે વી કાકડિયા અને શ્રી જનકભાઈ તળાવિયાનું સ્વાગત સન્માન કર્યું હતું.
ઇશ્વરિયા ખાતે ઇશ્વરિયા મહાદેવના દર્શન કર્યા બાદ ત્રણેય ધારાસભ્યશ્રીઓએ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબના માતૃશ્રીના  આશીર્વાદ લીધા હતા. નોંધનીય છે કે દેવરાજિયા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના માતૃશ્રીના આશીર્વાદ પણ ધારાસભ્યશ્રીઓએ લીધા હતા.
અમરેલી ખાતે નાગનાથ મહાદેવના દર્શન કર્યા બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અભિવાદન સમારોહનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા રાખવામાં આવ્યું હતું. જિલ્લાભરના કાર્યકરો આ સમારોહમાં સહભાગી થયા હતા.
આ તકે જિલ્લા ભાજપ કાર્યકારી અધ્યક્ષ શ્રી રાજેશભાઈ કાબરીયા, મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, શ્રી પીઠાભાઈ નકુમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા,
પૂર્વ મંત્રી શ્રી વી વી વઘાસિયા, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા,
વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણી, માર્કેટ યાર્ડ ચેરમેન શ્રી પી પી સોજીત્રા, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી હિરેનભાઈ હીરપરા, ડૉ. ભરતભાઈ કાનાબાર, શ્રી દિનેશભાઈ પોપટ, શ્રી પ્રાગજીભાઈ હીરપરા સહિતના જિલ્લા ભાજપના હોદેદારો, અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલીકા અને તાલુકા પંચાયત સભ્યો પદાધિકારીઓ, મંડળનાં હોદેદારો, જીલ્લા સેલ અને મોરચા હોદેદારો સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221214-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *