અમદાવાદ
ગયા વર્ષની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટે એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિયાળામાં ખુલ્લામાં અભ્યાસ કરવા મુદ્દે એક સુઓ મોટો પીઆઈએલ હાથ ધરી હતી કારણ કે તેમની શાળાની ઇમારત ચોમાસા દરમિયાન તૂટી પડી હતી. જાે કે અત્યારે હાલમાં કેટલીક સરકારી શાળાની હાલત ખૂબ જ ગંભીર છે. તથા તેની જાળવણી પણ પૂરતી કરવામાં નથી આવતી. તો કેટલીક શાળામાં ગંદકી (ડ્ઢૈિં) પણ જાેવા મળે છે. જેના કારણે વિદ્યાર્થીઓનો સ્વાસ્થ્ય અવારનવાર નબળું રહે છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જ્યારે પણ જર્જરિત ઇમારતોને રિપેર કરવાની વિનંતી કરવામાં આવે છે. ત્યારે સરકાર તેને સ્વીકારે છે. ઘણી વખત શિયાળા દરમિયાન બાળકોને શાળાઓમાં ખુલ્લામાં બેસાડવામાં આવે છે. જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારે ખુલ્લામાં બેસીને અભ્યાસ પણ કરતો હતો. અન્યથા ટેન્શન લેવાની જરૂર નથી. આ મુદ્દો મારા મગજમાં છે તેવું કહ્યું હતું. વધુ દુઃખદાયક બાબત એ છે કે શિક્ષણ પ્રધાન દ્વારા કરવામાં આવેલ ઉતાવળ અને શરમજનક નિવેદન એ છે કે જાે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઠંડીમાં બહાર અભ્યાસ કરાવવામાં આવે તો તેમાં કંઈ અસામાન્ય નથી. મંત્રી ભૂતકાળમાં આ જ રીતે અભ્યાસ કરતા હતા તેવું ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને નિરલ મહેતાની બેન્ચે ટિપ્પણી કરી હતી. આ સાથે જીતુ વાઘાણીના નિવેદનને દુઃખદ ગણાવ્યુ હતું.ૐઝ્ર એ કહ્યું જાે વિદ્યાર્થીઓ ઓપનમાં અભ્યાસ કરે તો કંઈ અસામાન્ય નથી. તથા ગુજરાત હાઈકોર્ટે છોટા ઉદેપુરના વિદ્યાર્થીઓની નોંધ પણ લીધી હતી.ગુજરાત હાઈકોર્ટે એક સુઓ મોટો અરજીના જવાબમાં રાજ્ય સરકાર પાસેથી ખુલ્લા પ્લોટમાં કેટલી શાળાઓ ચલાવવામાં આવી રહી છે તેની માહિતી માંગી હતી. કેવી રીતે શાળાના બાળકોને ખુલ્લામાં ભણવા માટે મજબૂર કરવામાં આવે છે. હાઇકોર્ટે માહિતી માંગી છે કે કેટલી શાળાઓ ખુલ્લા મેદાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. ૐઝ્રએ કહયું કે શાળાના બાળકોને ખુલ્લામાં બેસવું જાેઈએ નહીં. અમે સમગ્ર રાજ્ય માટે ડેટા જાેઈએ છે તેવું ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી હતી. કોર્ટે સરકારને જિલ્લા અને તાલુકાવાર કેટલી સરકારી શાળાઓ ભાડાની જગ્યા અથવા ખુલ્લી જગ્યામાં ચલાવવામાં આવે છે તેની વિગતો આપવા જણાવ્યું હતું. જાે કે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે કોઈપણ શાળા ખુલ્લી જગ્યામાં ચાલી રહી નથી અને તે વિગતો આપશે.
