Gujarat

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરતાં રેન્જ આઈ.જી.શ્રી અશોકકુમાર યાદવ

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં ગાર્ડ ઓફ ઓનર સાથે રેન્જ આઈ.જી.શ્રી અશોકકુમાર યાદવ અને મહાનુભાવો દ્વારા  ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધારેલાં ગૃહ રાજ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવાં માટે એરપોર્ટ ખાતે પૂર્વ મંત્રી સુશ્રી અને ધારાસભ્યશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયરશ્રી કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠૌર, એ.એસ.પી.શ્રી સફિન હસન, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220102-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *