શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા હથીયાર બંધીના ગુના શોધી કાઢવા I/C SOG P.I શ્રી જે.પી.મેવાડા નાઓને સુચના આપતા તેઓશ્રીએ ટીમ સાથે ગત્ તા. ૧૯/૦૨/૨૦૨૨ ના રોજ કવાંટ ટાઉનમાંથી આરોપી વિપુલભાઇ રાજુભાઇ રાઠવા ના કબજા માંથી એક માઉઝર પિસ્તોલ શોધી કાઢી કવાંટ પોસ્ટે B પાર્ટ ૨૧૦/૨૦૨૨ ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)બી.એ મુજબ કાર્યવાહી કરી તપાસ કવાંટ પોલીસ સ્ટેશનના PSI શ્રી સી.એમ.ગામીત નાઓને સોંપવામાં આવેલ
હતી. સદર તપાસ દરમ્યાન ગુનામાં મળી આવેલ હથિયાર માઉઝર પિસ્તોલ કોની પાસેથી આરોપીએ મેળવેલ તે દિશામાં સુપર વિઝન અધિકારી શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તેમજ શ્રી જે જી ચાવડા નાયબ પોલીસ અધિક્ષક નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરતા સદર હથિયાર ધનીવાડી તા. કવાંટ ના રહીશ અજયભાઇ નંદુભાઇ રાઠવા નાએ આપેલાનુ જણાવતા તેને પકડી તેના કબ્જામાંથી ૩ જીવતા કાર્ટીસ કબ્જે કરવામાં આવેલ અને હથિયાર તથા કાર્ટીશ કોની પાસેથી લીધેલ તે દિશામાં તપાસ કરતા જીતુભાઇ ગુજારીયાભાઇ તૌમર રહે. ડેટકુંડા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) વાળા પાસેથી લીધેલાનુ કબુલ કરતા તેને સાથે રાખી જીતુને પકડી પાડતા જીતુના ઘરેથી એક દેશી હાથબનાવટનો તમચો કબ્જે કરવામાં આવેલ છે અને આ ગેંગમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરતા સહ આરોપી દિનેશભાઇ કેશવભાઇ રાઠવા રહે. વજેપુર તા. કવાંટ અને અતુલભાઇ જેસલભાઇ રાઠવા રહે. બળદગામ તા. કવાંટ વાળા સંડોવાયેલાનુ જણાય આવતા તમામને પકડી જેલ હવાલે કરવામાં
આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


