Gujarat

ગોંડલના ઉમરાળા રોડ પરની દુષ્કર્મની ઘટનાના ૩ આરોપીની પોલીસે ઝડપી પડ્યા

ગોંડલ
પોલીસ વિભાગ ની ખુબજ સારી અને ત્વીરત કામગીરી ના ભાગરૂપે ગોંડલના ઉમરાળા રોડ પર ની દુષ્કર્મની ઘટના ના ત્રણેય આરોપીને ઝડપી લેવાયા છે, આ ઘટના માં એકાંતમાં બેઠેલાં પ્રેમી-પંખીડા પર ત્રણ નરાધમોની નજર પડી જતા સગીર વયની યુવતી પર વારાફરતી દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલના ચોરડી દરવાજાના ચોક પાસે રહેતા પ્રતિક પિત્રોડા ઉમર વર્ષ ૨૪ નામનો યુવાન અને તેની સગીર વયની પ્રેમિકા સાથે બપોરના ૧૨ કલાકે એકાંતમાં વાતચીત કરવા ઉમવાળા રોડ પર આવેલા વિરાન-વિડીની જગ્યા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ભૂખ્યા વરુ સમાન અજયનાથ દિનેશનાથ માંગરોલીયા રહે. કોટડા સાંગાણી, સંજયનાથ ગુલાબનાથ માંગરોલીયા રહે. ઉમવાડા રામાપીર મંદિર પાસે તેમજ મુકેશનાથ ગુલાબનાથ નકુમ રહે. ઉમવાડા સરકારી ક્વાર્ટરવાળાઓ સ્પ્લેન્ડર મોટર સાયકલ પર પ્રેમી-પંખીડાઓ પાસે પહોંચ્યા હતા. કંઈ સમજે તે પહેલાં ત્રણે ભૂખ્યા વરુ સમાન પ્રેમી યુવક સાથે મારઝૂડ કરી છરી બતાવીને યુવકને ગોંધી લીધો હતો. બાદમાં સગીરાને ૩૦૦ મીટર દૂર ઢસડીને તેની જ ઓઠણી પાથરી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવના પગલે પ્રેમી-પંખીડા સ્તબ્ધ થઇ ગયા હતા. ૧૫ વર્ષની તરુણી પર ત્રણ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવા છતાં સમાજમાં આબરૂ જવાની બીકે અને નામ જાહેર થશે તો બદનામી થશે તેવા ડરથી તરુણી અને તેમનો પરિવાર પોલીસ ફરિયાદ કરવા માગતો ન હતો. જાેકે ઉપરોક્ત ત્રણ નરાધમોએ અગાઉ પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ? કોઈ યુવતી કે તરુણીની જિંદગી બરબાદ કરી છે કે કેમ? તે સહિતની વિગતો બહાર આવે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ ફરિયાદ કરવી જરૂરી હોવાનું જણાવતા ત્રણ કલાકના અંતે તરુણી પોલીસ ફરિયાદ કરવા સહમત થઈ હતી. પોલીસે આ તકે જાહેરાત પણ કરી છે કે અન્ય કોઈ યુવતી કે તરુણી ઉપરોક્ત ત્રણ શખ્સનો ભોગ બની હોય તો તેને પોલીસને વિગતો જણાવવી. તમામના નામ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસને શંકા છે કે, તરુણી સાથે દુષ્કર્મ આચરનાર ત્રણેય શખ્સોએ પ્રથમ વખત આ કૃત્ય ન કરતા અગાઉ પણ કેટલીક નિર્દોષ યુવતીઓ સાથે અધમ કૃત્ય કર્યું હોવું જાેઈએ અને આથી જ ભોગ બનનારને આગળ આવવા અપીલ કરી છે. આ ઘટનાથી ગભરાયેલા યુવકે હિંમત ન હારી ગોંડલ સિટી પોલીસના ડી સ્ટાફને જાણ કરી હતી. જેના પગલે સિટી પી.આઈ મહેશ સંગાડા, શક્તિસિંહ જાડેજા, અમરદીપસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ સહિતના પોલીસ કર્મચારીઓએ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને ઉપરોક્ત ત્રણેય શખ્સોને ઉમરાળા રોડ પાસેથી જ ઝડપી લઈ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરાળા રોડ પર દિવસ દરમિયાન લોકોની અવરજવર ઓછી રહેતી હોય છે. પ્રેમી પંખીડાઓ માટે એકાંતમાં મળવાનું સ્થળ બની ગયું છે. પરંતુ ક્યારેક ભૂખ્યા વરુઓની નજર પડી જાય તો કેટલી મોટી દુર્ઘટના બની શકે તે આ કિસ્સામાંથી બોધપાઠ લેવો જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *