Gujarat

ગોંડલના વેરી ડેમમાં ૭૦ કિલોના ૧૬ વજનીયાની ચોરીની ફરિયાદ

ગોંડલ
ગોંડલની ભાગોળે આવેલ વેરી ડેમ પર તસ્કરોએ ત્રાટકીને સિંચાય યોજના ડેમમાં આગળના પાટિયાના ધાતુના બેલેન્સ રાખવાના ૭૦ કિલોના ૧૬ વજનીયાની તસ્કરી કર્યાની ફરિયાદ ડેમના મદદનીશ ઈજનેરે ગોંડલ સીટી પોલીસમાં નોંધાવી છે. જેમાં તસ્કરો જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેરી સિંચાઈ યોજના ડેમના મદદનીશ ઈજનેર જયદીપભાઇ હરેશભાઇ કોશીયાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર હું વેરી સીચાઇ યોજનાનું મેન્ટનશ તથા ફલ્ડની કામગીરી માટે કરવાની રહેતી હોય છે ગઇ તા.૮ના રોજ હું મારી ફરજ ઉપર સવારના દસ વાગ્યાથી હોય અને ત્યારે સાજના સાડા પાંચેક વાગ્યે હું અમારી ઓફીસે હાજર હોય ત્યારે મને અમારી વેરી સીચાઇ યોજનાના વર્ક આસીસ્ટન્ટ સંજયભાઇ ચરલાલ જાેષીએ મને કહ્યું કે આપણી વેરી સિંચાઈ યોજના ડેમમાં આગળના પાટીયાની ડાઉન સાઇડના ભાગે આવેલ વજનીયાની કોઈ ચોરી કરે છે. બેલેન્સ વજનીયા કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરતા હતા અને ત્યાં આસપાસના લોકો નિહાળી જતા ઈસમો ત્યાંથી નાસી ગયા હતા, જેથી અમેં જગ્યાએ તપાસ કરતાં ૧૬ બેલેન્સ વજનીયા ઓછા જાેવા મળ્યા હતા. આ ૧ બેલેન્સ વજનીયાની કિંમત રૂ.૨૪૫૦ છે. આ બેલેન્સ વજનીયા બીડ ધાતુના બનેલ હોય અને તેનો એકનો વજન આશરે ૭૦ કિલો છે. તેથી તસ્કરો રૂ.૩૯ હજારનો મુદ્દામાલ ચોરી ગયા છે. આ ફરિયાદના આધારે ગોંડલ સીટી પોલીસે તસ્કરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *