જેતપુર,
ગોંડલ શહેરમા બળાત્કાર તથા એટ્રોસીટીની ફરીયાદ થયલી જે કેસમા જાવીદશા મામદશાને અદાલતે શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
ગોંડલ શહેરના આ કામના ભોગ બનનાર સાથે આ કામના આરોપી જાવીદશા મામદશા સેતાને છેલ્લા ૧૮ વર્ષથી પ્રેમ સંબંધ હોય અને તેમની જોડે મૈત્રીકરાર કરેલ હોય અને આ કામના આરોપીના લગ્ન થઈ ગયેલ હોય જેથી તે ભોગ બનનાર સાથે લગ્ન કરેલ ન હોય જે બાબતે આ કામના ભોગ બનનાર અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય જેથી આ કામના આરોપી સામે ભોગ બનનારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી હતી.
જેમા આ કામના આરોપીની ધરપકડ કરાઈ હતી. અને જાવીદશા મામદશા સેતાને કોર્ટે જેલ હવાલે કર્યો હતો.
દરમિયાન આરોપીએ જામન મુક્ત થવા અદાલતમા જામીન અરજી કરી તે દરમિયાન જામીનઅરજીની સુનાવણીમા બંને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્રારા કરવામા આવેલી લેખીત મોખીક દલીલમા ચાર્જશીટ થઈ ગઈ છે. તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને રાખી ગોંડલ સેસન્સ કોર્ટે જાવીદશા મામદશા સેતા જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો હતો આ કેસમા બચાવ પક્ષે એડવોકેટ તરીકે પરેશભાઈ એચ. રાવલ તથા ભાવેશ બી. ચોલેરા રોકાયેલ હતા.
હરેશ ભાલીયા જેતપુર
