Gujarat

ગોંડલમાં જન્માષ્ટમીનો ભાવિકોમાં અનેરો ઉત્સાહ

ગોંડલ
ગોંડલ શહેર જન્માષ્ટમીની તહેવારની ઉજવણીના રંગે રંગાઇ ગયું છે. આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે શહેરમાં ઠેકઠેકાણે ફલોટસ બનાવવામાં આવ્યા છે, જે આજથી દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે. કૃષ્ણ જન્મને વધાવવા માટે ગોંડલ શહેરના મુખ્ય માર્ગો ચોકમાં ભવ્ય લાઇટિંગ સહિતનો શણગાર કરવામાં આવ્યો છે. અનેક અલગ અલગ થિમ્સ પર ફ્લોટ્‌સ બનાવાયા છે. શહેરમાં જન્માષ્ટમીને લઈને કાન ગોપી, રાસ ગરબા, મટકીફોડ સહિતના અનેક કાર્યક્રમ યોજાશે. કોરોના કાળના બે વર્ષ પછી આ વખતે જન્માષ્ટમી ઉજવવાનો અનેરો અવસર મળ્યો હોય ભાવિકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ગોંડલ શહેરમાં માંડવી ચોક, નાની મોટી બજાર, ભોજરાજપરા, ચોકસીનગર, સહિતના મુખ્ય માર્ગો પર લાઇટિંગ, તિરંગા થિમ્સ સહિતની અલગ અલગ થીમ્સ ઉભી કરાય છે.ગોંડલ ભોજરાજપરા માર્ગ નંબર ૧૩ પર ૐ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લાઇટિંગનો શણગાર કરવામાં આવે છે. છેલ્લા ૧૫ વર્ષથી આ ગ્રુપ અહીં અલગ અલગ ફ્લોટ્‌સ બનાવે છે. આ ગ્રુપમાં ૨૫ જેટલા સભ્યો કાર્યરત છે. આ ગ્રુપ છેલ્લા ૭ વર્ષથી અલગ અલગ લાઇટિંગનો અનોખો શણગાર કરે છે. ડેકોરેટિવ લાઇટિંગ, એફિલ ટાવર, ડેકોરેટિવ બોર્ડ, સહિતની અલગ અલગ થિમ્સ પર લાઇટિંગનો શણગાર કરવામાં આવે છે. સાતમ અને આઠમની સાંજે આ લાઇટિંગના શણગાર જાેવા માટે મોટી સંખ્યામાં લોકો જાેવા માટે ઉમટી પડે છે. અનેક લોકો પોતાના મોબાઈલના કેમરામાં આ શણગારની આહલાદક તસવીરો ક્લિક કરે છે.

File-02-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *