ગોંડલ
ગોંડલ ગુંદાળા રોડ પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ હતી. આ સભા માટે સ્થળ પર જિલ્લા પોલીસની તમામ બ્રાન્ચો, મહિલા પોલીસ, સીઆરપીએફના જવાનો સહિતનો મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જાહેરસભામાં પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને ગોંડલમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાને જીતાડવા ગોંડલવાસીઓને અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સભા સ્થળ નજીકના કોઈ એપાર્ટમેન્ટની મહિલાઓ કોઈ પ્રશ્ન બાબતે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવા આવવાની હતી અને વિરોધ કરવાના હોવાની વાતને લઈને જિલ્લા ભરની પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી સભા સ્થળ નજીકના એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ સહિતનો સ્ટાફ પણ ખડેપગે રાખવામાં આવ્યો હતો. ગોંડલ ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલાને પાઘડી પહેરાવીને યાર્ડના વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સભા દરમિયાન કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. વધુ માં પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મહારાજા સર ભગવતસિંહજીના કોષની ૧૦ હજાર કરોડના ખર્ચે રચના કરવાનું વચન અપાયું છે. મહારાજા ભગવતસિંહજીનું નામ આઝાદી પછી આવા પ્રકારની યોજના સાથે જાેડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીની પવિત્ર ઘરતી પર આ યોજનાની જાહેરાત કરતા મને ખુબજ ગર્વ થયો છે. જે રીતે ગોંડલમાં ગીતાબા જાડેજાના સમર્થનમાં કાર્યકર્તાઓ અને લોકોમાં જે ઉત્સાહ જાેવા મળ્યો છે તે જાેઈને લાગે છે ગીતાબા જાડેજાની જીત સુનિશ્ચિત છે એ પ્રકારની શ્રધ્ધા બેસી જાય છે.


