Gujarat

ગોંડલ માર્કેટયાર્ડ મરચાથી ઉભરાયું ઃ યાર્ડ બહાર વાહનોની લાઈન

રાજકોટ
ગોંડલના મરચાની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ આંધ્ર પ્રદેશ તેલંગણા સહિતના દક્ષિણા કેટલાક રાજ્યોમાં પણ હોય છે જેથી ગુજરાત ઉપરાંત બહારના રાજ્યના વેપારીઓ પણ ગોંડલમાં ખરીદવા માટે આવતા હોય છે.સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે દેશભરમાં પ્રખ્યાત ગોંડલના લાલ મરચાની બમ્પર આવક થઇ છે. જેમાં ૫૦ હજાર ભારી મરચાની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાર્ડ બહાર મરચા ભરેલા ૧૫૦૦થી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી છે. આ લાઈન ૫ કિલોમીટર સુધી ફેલાયેલી હતી. ગોંડલ માર્કેટીંગ યાર્ડના ૨૦ કિલો મરચાના ૮૦૦ રૂપિયાથી લઈ અને ૩૫૦૦ રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં જેતપુર કોટડા સાંગાણી ગોંડલ રાજકોટ અને જામકંડોરણા તાલુકા ના તેમજ જૂનાગઢ અને જામનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મરચા વેચવા માટે આવતા હોય છે દૂર દૂરથી મોટી સંખ્યામાં ખેડૂતો મરચા વેચવા આવતા હોવાથી માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગતી હોય છે.

Gondal-Market-Yard-sprouted.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *