પંચમહાલ
ગોધરામાં આવેલા મેક્કેબ મેમોરિયલ સ્કુલ ખાતે ગુજરાત મેથોડિસ્ટ ક્રિશ્ચિયન સમાજ દ્વારા રીજીનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ૧૪મી ડિસેમ્બર ૧૯૨૨ના રોજ એટલેકે ૧૦૦ વર્ષ પેહલા નોર્મલ સ્કૂલ ચેપલ જે હાલમાં મેક્કેબ સ્કૂલ ચેપલમાં પહેલી કોન્ફરન્સ મળી હતી. ત્યારબાદ ૧૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તેના ૧૦૦ વર્ષ પુરા થતાં ગુજરાત મેથોડિસ્ટ ક્રિશ્ચિયન સમાજ દ્વારા ૧૦૦મી શતાબ્દી મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેથોડિસ્ટ ચર્ચ ગુજરાત રેજીનલ કોન્ફરન્સની સર્વ મંડળીઓમાંથી ૨૦૦૦ જેટલાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. મેક્કેબ સ્કૂલથી પીટીસી કોલેજના દ્વાર સુધી સરઘસ રૂપે નીકળ્યા હતા અને મેથોડિસ્ટ ચિલ્ડ્રનસ હોમના ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. આજના આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા ગુજરાત એમ.વાય.એફ ડાયરેક્ટર, ગુજરાત એમ.વાય.એફ પ્રમુખ આકાશ, જિલ્લા એમ.એફ.વાય પ્રમુખ લિનસ પરમાર અને જિલ્લા એમ.વાય.એફ પૂર્વ પ્રમુખ આશિષ કામદારે હાજરી આપી હતી. સાથે ખુબ મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ હાજરી આપી હર્સોલ્લાસ સાથે આ ઉત્સવને સફળ બનાવ્યો હતો. અંતે રેવ સુરેશ ખ્રિસ્તી એલોહીમ મેથોડિસ્ટ ચર્ચે હાજર સર્વેનો આભાર માન્યો હતો. આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મુખ્ય અતિથિ બિશપ એન એલ કરકરે ,એક્ઝીકયુટીવ સેક્રેટરી રેવ ર્ડા ઇમાનુલ કાન્ત રેવ. ર્ડા યાકુબ મેકવાન, ટ્રેઝરર જી.આર.સી સર્વ ડી.એસ.સેહેબો કોન્ફરન્સ લે લીડર આલાપ માસ્ટર તેમજ રેવ સેમ્યુલ સુવાર્તિક શતાબ્દી મહોત્સવ કન્વીનર તરીકે સમગ્ર સભાનું સંચાલન કર્યું હતુ.
