Gujarat

ગોધરા એનસીસી બટાલિયન દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સાફ સફાઈ કરવામાં આવી

પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વિવિધ જાણીતા સ્મારકો આવેલા છે. જેની ગોધરા એનસીસી બટાલિયન દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સાફ સફાઈ કરવામાં આવી હતી. ગોધરા શહેરમાં આવેલા જુદા જુદા વિસ્તારમાં સ્મારક હયાત છે. જેની ઘણા સમયથી સાફ-સફાઈ ન થઇ હોવાના કારણે ધૂળ ખાતા હતા. હાલમાં તેના કારણે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે ગોધરા એનસીસી દ્વારા આજરોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગોધરાના ગાંધી ચોક સર્કલ અને શિવાજી ચોક પાસે સ્મારકોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ૩૦ ગુજરાત બટાલિયન એનસીસીના એસએમ લક્ષ્મણસિંહ તેમજ પીઆઇ સ્ટાફ સહિત મહત્વની ભૂમિકા ભજવી હતી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *