પંચમહાલ
ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા ખાતે એક દિવસીય “વીરાંગના” સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો. જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લાના ડી.વાય.એસ.પી સીસી ખટાણા અને લો કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ ડૉ.અપૂર્વ પાઠક તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ સતીષ નાગર તથા વીરાંગના કાર્યક્રમના કોડીનેટેર ડૉ.કૃપાબેન જયસ્વાલ તથા કરાટેમાં બ્લેક બેલ્ટ નિપુણ મયુરભાઈ સુર્યવંશી તેમજ નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ એન. જે. પુરાણી, ડૉ.અર્ચના યાદવ, એડવોકેટ યોગેન્દ્રસિંહ સોલંકી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ડીવાયએસપી સી સી ખટાણાએ જણાવ્યું હતુ કે, સાંપ્રત સમયમાં નારી શક્તિને અપડેટ થવાની જરૂર છે. જેમાં સ્ત્રી અબળા નહીં પરંતુ સબળા બની પોતાની સાવચેતી સ્વયં કરી શકે. આ પરીપેક્ષ્યમાં આજના વર્કશોપમાં મયુરભાઈ સુર્યવંશી (કરાટે બ્લેક બેલ્ટ) દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને વિવિધ કરતબો શિખવાડવામાં આવ્યા હતા. સાથે મુખ્ય તકનીકો શીખવાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સીડબ્લ્યુડીસી તથા એનએસએસ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્વયં સેવકો અને તાલીમાર્થી જાેડાયા હતા. આ કાર્યક્રમ માત્ર કાર્યકમ નહિ પરંતુ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આત્મ રક્ષણ માટે તૈયાર કરવાનો હતો. તદઉપરાંત સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવવા માટે આજની તાલીમ ખૂબ જ મદદરૂપ બને એવી જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ ડૉ અમિત મહેતા દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન લો કોલેજ ગોધરાનાં વિદ્યાર્થી ઉમેશ વણઝારા અને કુ અલીફ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.


