Gujarat

ગોરખમઢી ગામે જલારામ જયંતી ભવ્ય રીતે ઉજવાશે

અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે જલારામ જયંતી ભવ્ય રીતે ઉજવાય તે માટે વેરાવળ લોહાણા મહાજન ના પ્રમુખ સહીત ના આગેવાનો એ રધુવંશી પરીવાર ગામના આગેવાનોની મુલાકાત લઈ વર્ષોથી પરંપરાગત રીતે જલારામ જયંતીની ઉજવણી થાય છે તે આ વર્ષે પણ સમગ્ર ગામમાં જલારામ બાપાના પ્રસાદ મળે તે માટે ભવ્ય આયોજન કરાયેલ છે .
સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે દીપાવલી ના પવિત્ર તહેવારોમાં ઘટના બનેલ હતી જેથી વાતાવરણ માં ભય ફેલાયેલ હતો તેથી વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ દીપકભાઈ કકકડ,ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા,સહમંત્રી ચિરાગભાઈ કકકડ જ્ઞાતિના આગેવાના પીયુષભાઈ રાજા,લુકકા પરીવાર ના નિવાસ સ્થાને તેમજ ગામમાં રહેતા રધુવંશી પરીવારોને મળવા માટે જલારામ જયંતીની પુર્વ સંધ્યા એ ગોરખમઢી ગયેલ હતા અને ત્યાં પરીવારજનો સાથે મળી વાત કરેલ હતી તેમજ સમગ્ર ગામની અંદર વર્ષો ની પરંપરા મુજબ સુચક પરીવા રના માતાજી બીરાજમાન છે ત્યાં ભોજન પ્રસાદીનુંઆયોજન થાય છે તેમાં આ પ્રસાદી નું ભવ્ય આયોજન થાય અને તે આયોજન સારી રીતે થાય જલારામ બાપા ની આરતી પુજા પણ થાય તે માટે આયોજન કરાયેલ હતું.
 ગોરખમઢી રહેતા રધુવંશી પરીવારોએ જણાવેલ હતું કે ગ્રામ્યજનો સાથે પરીવારો ખુબજ હળીમળીને રહે છે વષોની પરપંરા મુજબ રધુવંશી પરીવારો ભુદેવોને સાધુ સંતોને બાળકોને પ્રસાદી માટે આમત્રીત કરે છે સુંદર વાતાવરણ માં આયોજન કરવામાં આવશે તેમ જણાવેલ હતું.
 ગોરખમઢી ગામના આગેવાનો તેમજ સુત્રાપાડા પોલીસે પણ ખુબજ ઉત્સાહ ભેર જલારામ જયંતી નો પ્રસંગ ઉજવાય સમગ્ર ગામની અંદર સારૂ વાતાવરણ બની રહે તે માટે સુંદર વાતાવરણ ઉભુ કરેલ હતું.
 નાનકડા એવા ગોખરમઢી ગામમાં દરેક જ્ઞાતિ સાથે હળીમળી ને રહે ખુબજ ઉત્સાહભેર જલારામ બાપા ની જયંતી ઉજવાય તે માટે સૌનો સહીયોરો સહકાર મળેલ હતો.

IMG-20221030-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *