વહેલાલ
વાંચના ગોચરમાંથી કલેકટરના આદેશ મુજબ દબાણો દૂર કરવાની કામગીરીમાં ભાજપનાજ જિલ્લા સદસ્ય કાંતિજી ઠાકોર દબાણકર્તાઓને મહિલા સરપંચ ઉષાબેન પટેલ તેઓની પંચાયત બોડી અને તેઓના પતિ વિરુદ્ધ ઉશ્કેરી હેરાન કરી દબાણ દૂર કરવાની કામગીરી અડચણ અવરોધ ઉભો કરી રહ્યા છે. કલેકટરે દબાણ દૂર કરવા આદેશ કર્યો છે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે દબાણ હટાવાની કામગીરીમાં સરપંચ,તલાટીએ પણ હાજર રહેવું આથી અમારી ફરજ છે કે અમે કામગીરી દરમિયાન હાજરી આપીએ દબાણ સરપંચ નહિ પરંતુ હાઇકોર્ટના હુકમથી અને કલેકટરના આદેશથી થઇ રહી છે. વાંચ ગ્રામ પંચાયતની સર્વે નંબર ૧૬૫ની ગૌચરની જમીન ઉપરના દબાણો દુર કરવા હિંમતસિંહ ચાવડાએ હાઇકોર્ટમાં રિટ કરેલ જેના અનુસંધાનમા કલેકટરે દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસથી વાંચ ગામ ગોચરમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ભાજપના જ જિલ્લા સદસ્ય દબાણકર્તાઓને સરપંચ દબાણો હટાવી રહ્યા છે એવા શબ્દોથી ઉશ્કેરી દબાણ હટાવવાની કામગીરીમાં અડચણ પેદા કરી રહ્યા છે.વાચના મહિલા સરપંચ ઉષાબેન પટેલે પોતાની સલામતી અને દબાણ હટાવાની કામગીરીને ધ્યાનમાં લઈ વિવેકાનંદ નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.ફરિયાદમાં કાંતિજી ઠાકોર – જિલ્લા સદસ્ય ,રાકેશભાઈ ઠાકોર તેમજ અરવિંદભાઈ ઠાકોર સામે દબાણકર્તાઓને ઉશ્કેરવા તથા ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરાયો છે.એક તરફ ગુજરાતની ભાજપ સરકાર ગોચરના દબાણ દૂર કરવા કાયદા ઘડ્યા છેતે મુજબ દબાણો દૂર કરી રહી છે ત્યારે ભાજપનાજ જિલ્લા સદસ્યો દબાણકર્તાઓને સરપંચ દ્વારા દબાણો દૂર કરાઇ રહ્યા છે તેવા શબ્દોથી ઉશ્કેરી, સરપંચ અને સરપંચના પતિ સાથે ગાળાગાળી કરી ધાક ધમકી આપતા મહિલા સરપંચે વિવેકાનંદ નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
