હાર્દિક કાનાબાર પ્રાચી
શહેર ના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી.
પ્રાચી તીર્થ…ઘંટીયા પ્રાચી તીર્થ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિત્તે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ ની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી
દેશભર મા આજે રામ નવમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મની અંદર મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રી રામ ની આજે જન્મ જયંતી નિમિતે સમગ્ર દેશ મા હિંદુ ધર્મ દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ અને ઘંટીયા ખાતે આજે ગામના યુવાનો તથા હિન્દુ સંગઠનો દ્વારા ગામની અંદર ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા ઘંટીયા ગામ રામ મંદિર થી પ્રાચી રામ મંદિર અને શહેરના અનેક માર્ગ ઉપર એક ડીજેના તાલે નીકળી હતી તે રામ મંદિર પ્રાચી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જેમા વિશાળ સંખ્યામાં યુવાનો વડીલો અગ્રણીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યા મા જોડાયા હતા અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ પ્રશંગ ને સફળ બનાવવા સમસ્ત ઘંટયા પ્રાચી ગામ લોકો એ જહેમત ઉઠાવી હતી


