હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાનાં ઘંટીયા ફાટક પાસે વર્ષ ૨૦૧૨ માં બન્યો હતો અકસ્માત
સુત્રાપાડા પોલીસ માથી મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાનાં ઘંટીયા ફાટક પાસે વર્ષ ૨૦૧૨ માં મેટાડોર નં-જી.જે.૧ યુ.યુ.૫૬૪૧ ના ચાલકે મોટર સાઇકલને હડફેટે લીધેલ હોવાનો બનાવ બનેલ હતો.આ બનાવમાં આરોપી તરીકે રજૂ થયેલ આલમખાન સરદારખાન હોવાનું જણાવી તેના ભાઈના નામનું ડુબ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી તેનો ખરા તરીકે રજૂ કરી નં છુપાવેલ અને આરોપીના જામીનદાર જમાલ ઇસમાઇલ જીકાણી રહે.ડારી તથા મહમદ હનીફ મહમદ યુનુસ રહે.અમદાવાદ એ ખોટી ઓડખાણ આપી એકબીજાની મદદગારી કરેલ હોવાની ફરિયાદ સુત્રાપાડા પોલીસ સ્ટેસનમાં નોંધાવતાં વધુ તપાસ પી.એસ.આઈ.અજીતસિંહ હેરમા એ હાથ ધરેલ છે.

