ગિરગઢડા
ભરત ગંગદેવ
સરકાર ના પરિપત્ર મુજબ દર વર્ષે જેમ કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવે છે.જેમાં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા – ૦૫-૦૮-૨૦૨૨ ના રોજ ઘાંટવડ કુમાર પે સેન્ટર શાળામાં પે સેન્ટર શાળા ની કુલ ૯ શાળા નો કલા મહાકુંભ અંતર્ગત ચાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં બે સ્પર્ધા માં ઘાંટવડ કન્યા પ્રા શાળા ની વિદ્યાર્થીની પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો,જે તા ૦૮-૦૮-૨૦૨૨ ના રોજ તાલુકા કક્ષા ના કલા મહાકુંભ માં પસંદગી મેળવી હતી જ્યારે ઘાંટવડ કુમાર પે સેન્ટર માં સાથે હર ઘર તિરંગા અંતર્ગત પાંચ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ સ્પર્ધા માં શાળા ની વિધાર્થી ની પ્રથમ નંબર મેળવી તાલુકા માં પસંદગી મેળવી હતી ગૌરવની બાબત શાળા માટે એ રહી કે તાલુકા ક્ક્ષા ની સ્પર્ધા માંથી પાંચ વિધાર્થી પૈકી એક વિધાર્થી ની કુ.મેર રિયા ધનસુખભાઈ જીલ્લા કક્ષાએ પસંદગી થતાં શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.
શાળા ની આ સિદ્ધિ માટે શાળા ના શિક્ષક મનુભાઈ વાઢેર તેમજ શ્રી રાજેશભાઈ વાઢેળ દ્વારા વિધાર્થી ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ તકે શાળા ના આચાર્ય અશોકભાઈ પરમાર, s.m.c ના અધ્યક્ષ સુરેશભાઈ બાબરીયા, પરમાર,રીનાબેન ચુડાસમા તેમજ સરપંચ અબ્દુલભાઈ મહેતર દ્વારા શુભેચ્છા પાઠવી.


