Gujarat

ઘાંટવડ ડી ડી ઝાટકિયા માઘ્યમિક શાળાના વિધ્યાર્થીઓને સ્કુલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ ઉપ સરપંચ અને આગેવાનો હસ્તે શાળાના ૧૯૦ વિધ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવ્યો

 ગિરગઢડા
 ભરત ગંગદેવ..
 કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ડી ડી ઝાટકિયા વિદ્યાલય માં  બાળકોને સ્કુલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હાલ મુંબઈ રહેતા ડી ડી ઝાટકિયા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ ને યુનિફોર્મ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ધાટવડ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરાતા શાળા પરિવારે   આભાર વ્યક્ત કર્યો હતો શ્રીમતી ડી ડી  ઝાટકીયા વિધાલય ઘાટવડ મા અભ્યાસ કરતા ધો.9 .10 અને 11 ના તમામ વિધાર્થીઓ ને ઝાટકીયા પરીવાર મુંબઈ તરફથી તમામ બાળકોને સિલાઈ સાથે યુનિફોર્મ વિતરણ કરવમાં આવેલું આ કાર્યક્રમમાં ગામના આગેવાનો  ભરતબાપુ ગામના ઉપસરપંચ  નટુભાઈ મકવાણા .માજી સરપંચ  સવજીભાઈ  તથા ગ્રામ પંચાયત ના સભ્ય  ઓ તથા વાલીઓ હાજર રહેલ.તેમજ આજે આ વિદ્યાલયમાં વાલી મીટિંગ નું પણ આયોજન કરવામાં આવેલ.વાલી મીટિંગમાં શાળાના પ્રિન્સીપાલ  જે ડી મોરી  દ્વારા વિધાર્થીઓ ના અભ્યાસમાં  રહેલી કમીઓ દૂર કરવામાટે વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના શિક્ષક  જે.જી.નકુમ દ્વારા કરવામાં આવેલુ     આ કાર્યક્રમમાં અગ્રણીઓએ વિધ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ બાબતે યોગ્ય લગન કેળવીને મહેનત કરવા અનુરોધ કર્યો હતો. પ્રાથમિક શિક્ષણથી જ ભણતરનો પાયો નંખાતો હોઇ, પાયાને મજબુત બનાવવો જરુરી હોવાની લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

IMG-20220709-WA0501.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *