Gujarat

ઘાંટવડ પ્રાથમિક કન્યા શાળામાં  ધો.8 ની બાળાઓ વિદાય સમારોહ તથા પ્રતિભાશાળી વિધાર્થીઓ નો ઇમામ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગિરગઢડા
     ભરત ગંગદેવ..
    ગીર સોમનાથ જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત કોડીનાર  તાલુકાની  ઘાંટવડ પ્રાથમિક  કન્યા શાળામાં આજ રોજ તારીખ 11-4-2022 ને સોમવાર  રોજ ઉલ્લાસ ઉત્સવ સંગ દીક્ષાંત સમારોહ નું આયોજન કરેલ.આ રંગારંગકાર્યક્રમમાં આજે શ્રી ઘાંટવડ પ્રાથમિક કન્યા શાળામાં વર્ષ 2021-22 માં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિધાર્થીની બહેનોનો વિદાય સમાંરોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની ધોરણ 1 થી 8 ની વિધાર્થીની બહેનોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ત્યાર બાદ ધોરણ 8 ની વિધાર્થીની બહેનોએ શાળામાં વીતાવેલા અને અનુભવેલા 8 વર્ષના વિવિધ ખાટામીઠા સંસ્મરણો રજુ કર્યા હતા.તેમજ ધોરણ 1 થી 8 માં પ્રથમ ક્રમાંક મેળવનાર,નવોદય.N.M.M.S, PSE, શિક્ષક દિન,દિન વિશેષ,વિજ્ઞાનમેળો, ઇન્સ્પાયાર એવોર્ડ વગેરે માં જ્વલંત સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ ને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમાં ઘાટવડ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમાં ભરતભાઈ ઝાલા તથા ઘાંટવડ કુમાર શાળાના આચાર્ય  મહેશભાઈ વાઢેર તથા નગડલા ના આચાર્ય  અનિલભાઈ મોરી તથા ઘાંટવડ પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય  અશોકભાઈ પરમાર તથા વિપુલ ભાઈ દીક્ષિત, રાજુભાઈ વાઢેર ,smc અધ્યક્ષ સુરેશભાઈ બાબરીયા, પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત તથા વીપુલ ભાઈ  પરમાર તથા  યોગેન્દ્રસિંહ ઝાલા smc ના સભ્યો  અને ગામના વાલીઓ પણ હાજર રહ્યા હતા

IMG-20220411-WA0380.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *