ગિરગઢડા તા
ભરત ગંગદેવ..
આજે દેશની મુખ્ય અને મહત્વની સમસ્યાઓમાં રસ્તાની સમસ્યા અગ્રગણ્ય છે. રોડ રસ્તાની સમસ્યાઓ આજે સમગ્ર ગુજરાતમાં કયાંય ને ક્યાંક જોવા મળે છે….શહેર થી ગામડાઓ સુધી આ સમસ્યાઓ છે પણ આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે તો તેમા કાં તો જાગૃત નાગરિકો અને અથવા તો મીડિયા જ મહત્વની ભૂમિકા ભજવે છે. આવી જ એક સમસ્યાનો અંત કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે આવ્યો છે. ગામડાઓની સમસ્યાઓ અને આ સમસ્યાઓ નો ન્યૂઝ દ્વારા વારંવાર પ્રજાજનો અને સરકાર સમક્ષ હકીકત પ્રકાશિત કરવામાં આવતા અનેક પ્રશ્નો અને સમસ્યાઓનો અંત આવ્યો છે. કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે અનેક વર્ષોથી વિશ્વ વિખ્યાત રુદ્રેશ્વર ભારતી આશ્રમ જવાનો રસ્તો જર્જરીત હાલતમાં પડ્યો હતો ઘાંટવડ ગામ ના નવ નિયુક્ત સરપંચ અબ્દુલ ભાઈ મહેતર ની મહેનત રંગ લાવી હતી ટૂંક સમય માં જ ઘાંટવડ ની દિશા અને દશા બદલાવી હતી એવા સરપંચ અબ્દુલ ભાઈ મહેતર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવામાં આવ્યા હતા અને આ રીતે સમગ્ર સમસ્યા જનતા સમક્ષ કોડીનાર અને ગીર સોમનાથ જિલ્લામાં જ નહિ સમગ્ર રાજ્ય અને દેશભરમાં આ હકીકતો પ્રકાશિત થયેલ અને ગ્રામજનો તેમજ ગામના પદાધિકારીઓ દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી,… આ રજૂઆતો પાછળ તમામનો એક જ હેતુ હતો લોકહિતાર્થ રસ્તાનું નિર્માણ કરવામાં આવે તેમજ વિશ્વ વિખ્યાત ધામ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ સુધી રસ્તાનું નિર્માણ કરવામાં આવે…..!! અને અંતે આ તમામ સમસ્યાનો અંત આવ્યો અને આજ રોજ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં વર્ષો થી વિવાદ માં પડેલો રૂદ્રેસ્વર મંદીર રોડનું આજે ખાત મુર્હૂત રુદ્રેસ્વર મંદીરના મહંત મુકતાનંદભારતી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ઘાંટવડ ગામના નવનિયુક્ત સરપંચ અબ્દુલભાઈ મહેતર તથા ઉપસરપંચ નટવરસિંહ મકવાણા તથા ન્યાય સમિતીના ચેરમેન અશોકભાઇ વાઢેર ઘાંટવડ મુસ્લીમ સમાજ ના પટેલ આદમ ભાઈ ચોહાણ તથા ભાજપ લઘુમતિ મોરચાના ગીર સોમનાથ જિલ્લાના ઉ પ પ્રમુખ ઈકબાલ ભાઈ ડાર તથા ઘાંટવડ મુસ્લીમ સમાજ ના અગ્રણી ઈકબાલ ભાઈ સેલોત તથા વેપારી અગ્રણી ચંદુ ભાઈ વિઠલાણી તથા ગામ ના માજી સરપંચો અને ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા અને ઘાંટવડ ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ હાજરી આપી હતી. આ રસ્તાના નિર્માણમાં અનેક લોકો, ગ્રામજનો અને ગામના પદાધિકારીઓ સહિત ગામના જાગ્રુત નાગરિકોનો અનેક રીતે ફાળો રહ્યો છે. આ રસ્તાની સમસ્યાનો સુખદ અંત એ રુદ્રેસ્વર મંદીરના મહંત મુકતાનંદ ભારતી મહારાજના આશીર્વાદ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે ગ્રામજનો માટે તેમજ આશ્રમ જવાઆવવા માટે એક રસ્તાનું જ નહિ એક જન સંઘર્ષ અને મીડિયા દ્વારા જે જનતાની સમસ્યાઓ પ્રકાશિત કરવામાં આવી તે ભૂમિકા પણ નજરે ચઢે છે. ટૂંકા સમયમાં મીડિયાના અહેવાલોએ પ્રજાજનોની સમસ્યાનો ઉકેલ લાવવા કરેલી સક્રિય કામગીરી ખરેખર લોકશાહીના ચોથા સ્થંભ ને સો સો સલામ……!!!


