Gujarat

ઘેર-ઘેર અને ઝુપડપટ્ટીમાં રહેતી સગર્ભા મહિલાઓ, શિશુઓ અને માતાઓને આરોગ્ય તપાસણી કરાઈ

 રાજ્ય સરકાર છેવાડાના માણસોને આરોગ્યની સારવાર મળી રહે તે માટે કટિબંધ છે. ત્યારે માળીયાહાટીના તાલુકાના હેલ્થ ઓફિસરો અને કર્મચારીઓ દ્વારા દૂર દૂર સુધી છેવાડાના માણસોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

માળિયા તાલુકા હેલ્થ ઓફિસર, આયુષ્ય મેડિકલ ઓફિસર તથા હેલ્થ સ્ટાફ દ્વારા લોકોને આરોગ્યની પૂરતી સારવાર મળી રહે તે માટેની કામગીરી કરી રહ્યા છે. આયુષ્ય મેડિકલ ઓફિસર અને સ્ટાર દ્વારા ઘેર-ઘેર જઈને લોકોના આરોગ્યની તપાસણી કરી રહ્યા છે. તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ મુશ્કેલ રસ્તાઓ ઉપરથી પસાર થઈને સગર્ભા મહિલા અને નવજાત શિશુ તેમજ માતાને આરોગ્ય તપાસણી કરી રહ્યા છે અને લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા મક્કમ છે.

Maliya-aarogy-karmchari-kamgiri2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *