આણંદ
અમેરિકા સ્થિત મોટોરોલા સોલ્યુશન્સ ઈન્ક. કંપની દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ચાંગા સ્થિત વિશ્વ વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)માં સ્થાપિત ચારુસેટ-મોટોરોલા સોલ્યુશન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરના ઉદ્ધઘાટન પ્રસંગે મોટોરોલા સોલ્યુશન્સ ટેક્સાસ યુએસએના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ ક્રિસ (કિશન) પટેલ ખાસ હાજર રહ્યાં હતાં. મોટોરોલાએ ગુજરાતમાં સૌપ્રથમ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરની સ્થાપના ચારુસેટમાં કરી છે. જે ઐતિહાસિક અને ગૌરવપ્રદ ઘટના છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ જેવું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-કમ-ઇનોવેશન સેન્ટર ચારુસેટમાં સ્થાપવામાં આવ્યું છે. ચારુસેટમાં આ સેન્ટર શરૂ કરવાનો હેતુ વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ અને કેમ્પસ પ્લેસમેન્ટનો, અભ્યાસક્રમના વિસ્તરણ-ફેકલ્ટી ડેવલપમેન્ટનો છે. આ સેન્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થશે, તે ચારુસેટ, મોટોરોલા ભાવિ પેઢીને ઉપયોગી થશે. મોટોરોલા ચારુસેટના વિદ્યાર્થીઓની પોતાની કંપનીમાં નિમણુક કરશે. મોટોરોલા ચારૂસેટને પોતાની કુશળતા, નિષ્ણાતો, કલાઉડ ડેટા સેન્ટર-સોફ્ટવેર અનેકવિધ સુવિધાઓ પ્રદાન કરશે. જયારે ચારુસેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક, હાર્ડવેર, વિદ્યાર્થીઓનું કૌશલ્યબળ પૂરું પાડશે. મોટોરોલા દ્વારા અત્યાર સુધીમાં ચારુસેટના ૧૦થી વધારે વિદ્યાર્થીઓને જાેબ પ્રાપ્ત થઈ છે અને ૧૯થી વધારે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરે છે. ૪૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા આ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરમાં અદ્યતન સુવિધાયુક્ત ૩ કોન્ફરન્સ રૂમ જેમાં ૨ કોન્ફરન્સ રૂમ ૧૦-૧૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે અને ૧ કોન્ફરન્સ રૂમ ૧૫ વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે, ઇકોસ્ટિક સાઉન્ડપ્રૂફ રૂમ રેડિયો ઇક્વિપમેન્ટ ટેસ્ટ થઈ શકે છે. સ્પેશિયલાઇઝડ મોબાઈલ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉદ્દઘાટન સમારંભનાં પ્રારંભમાં સ્વાગત પ્રવચન રજીસ્ટ્રાર ડો.દેવાંગ જાેશીએ કરી મહેમાનોને આવકાર્યા હતા. યુવા પેઢીને ઘરઆંગણે ટેક્નોલોજીની સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી આ સેન્ટર ચારુસેટમાં ફક્ત ૫ માસમાં નિર્માણ થયું છે. આ સેન્ટરમાંથી વિદ્યાર્થીઓ સંશોધન થકી એકેડેમીક અને ઈન્ડસ્ટ્રી વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરશે અને મોટોરોલામાં જાેબ મેળવશે. ચારુસેટ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આ સેન્ટરનું ઉદ્ધઘાટન થયું છે તે અમારા માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે ક્રિસ પટેલે આ સેન્ટરની સુવિધા નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે અમેરિકામાં પોતાને શરૂઆતમાં કેવી રીતે સંઘર્ષ કરવો પડ્યો તે વિષે જીવનગાથા વર્ણવી હતી અને ઇનોવેશન, રિસ્ક ટેકિંગ, મર્જર વગેરે વાતો કરી હતી. તેમણે કહ્યુ કે, અમે કોડિયાક કંપની શરૂ કરી ત્યારે અમારી પાસે નાણાકીય સ્થિતિ સારી હતી. અમે મોટોરોલા સાથે ટાઈ અપની ઓફર ૩ વાર નકારી હતી . થોડા સમય પછી અમે મોટોરોલા સાથે ટાઈ અપ કર્યું. અમે માર્કેટિંગમાં આવતા પડકારો ઝીલી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી કે માર્કેટમાં સરવાઈવ થવા માટે અલગ વિચારવું જાેઈએ. જેનાથી તમે બધા કરતાં કઇંક નવું કરી શકો છો. આજની યુવા પેઢી ટેલેન્ટ થકી નાની ટેક્નોલોજીના ઉપયોગથી સ્ટાર્ટ અપ શરૂ કરી પોતાના સપના સાકાર કરી શકે છે.
