Gujarat

ચલામલી બ્રહ્માકુમારી ઘ્વારા કિસાનોને આત્મનિર્ભર બનાવવા આત્મનિર્ભર કિસાન અભિયાનનો પ્રારંભ 

ભારત સરકાર ઘ્વારા દેશને આઝાદી મળ્યાના ૭૫ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે તમામ મંત્રાલયો,સામાજિક સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી દેશના વિકાસમાં સહયોગી બનવા જણાવ્યું છે ત્યારે ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારી સંસ્થા ઘ્વારા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અંગેનું મહાઅભિયાન તેમની વિવિધ ૪૦૦ જેટલી સંસ્થાઓમાં શરુ કરવામાં આવ્યું છે જેમાં કિસાનોને વૈદિક પદ્ધતિ અને જૈવિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરી આવક બમણી કરવા અંગે ડભોઇ બ્રહ્માકુમારીના સંચાલિકા બી.કે.જ્યોતિદીદી મારફતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બી.કે.જ્યોતિદીદીએ ખેડૂતોને વૈદિક પદ્ધતિ અંગે જણાવ્યું હતું કે દેશમાં કિસાન રાસાયણિક ખાતરો,પેસ્ટિસાઇડ્સનો આડેધડ ઉપયોગ કરી જમીનમાં રહેલા પોષકતત્વો,પાકને ઉપયોગી એવા સજીવોને ખતમ કરી રહ્યા છે.ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે.જંગલોનું આડેધડ નિકંદન કરવાથી પૃથ્વી પર તાપમાનના પારામાં નોંધપાત્ર વધારો થતા ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા વધતા વરસાદ અનિયમિત થયો છે.જેની સીધી અસર વાતાવરણમાં થતા પાકને ખુબ મોટું નુકશાન પહોંચે છે.ખેડૂતો ત્યારે જ આત્મનિર્ભર બની શકે જયારે તેઓ વૈદિક ખેતી,જૈવિક ખેતી તરફ આગળ વધે.જેમાં સેન્દ્રીય,ઓર્ગેનિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી પાકમાં પરિણામ મેળવી શકાય છે.ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકને મદદરૂપ થતા સજીવોનો પણ વિકાસ કરવો પડશે.ખેતી ત્યારે જ સફળ થઇ શકે જયારે ખેતીમાં ખર્ચ,બિયારણની ગુણવત્તા,ખેડ,પાણી નો સમયસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે.બી.કે.જ્યોતિબેને ખેડૂતોને વૈદિક ખેતી તરફના આત્મનિર્ભર કિસાન અભિયાનમાં વિસ્તારના પ્રત્યેક કિસાનો જોડાઈને સંકલ્પ કરી આવનારા દિવસોમાં ખેતી કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આત્મનિર્ભર કિસાન અભિયાનના કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પ્રગતિશીલ ખેડૂત જીતુભાઇ પટેલ,બી.કે.સેજલબેન,બી.કે.શાંતિભાઈ પટેલ,કનુભાઈ પટેલ સહીત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા  આવનારા દિવસોમાં ખેતી કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220531-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *