Gujarat

ચલામલી હાઈસ્કૂલમાં જિલ્લા કલેક્ટરના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું 

સમગ્ર ભારત દેશ આઝાદીના ૭૫ વર્ષને અમૃત મહોત્સવ તરીકે વિવિધ કાર્યક્રમો થકી ઉજવી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે લોકોમાં જનજાગૃતિ,દેશભક્તિ,માં વધારો થાય તે હેતુસર તિરંગા યાત્રાનું આયોજન  વણઘા ચલામલી કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલ અને રસીલા બા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઘ્વારા કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રાને રેલી સ્વરૂપે પ્રસ્થાન કરાવવા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા કલેક્ટરના હસ્તે સવારે ૮ કલાકે તિરંગા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.આ તિરંગા યાત્રામાં પરંપરાગત રીતે બળદ ગાળામાં બેસેલ ખેડૂત પરિવાર,ટ્રેક્ટરમાં વિવિધ શહીદોને,વિરજવાનો,આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટીમલી લોકનૃત્ય,દેશના નકશાને વિદ્યાર્થીઓ ઘ્વારા આકૃતિ આપી નવા વિચારોને પ્રદર્શનરૂપી કલાત્મક રીતે રજુ કરવામાં આવ્યા હતા.તિરંગા યાત્રા વણઘા,ચલામલીના માર્ગો પર મોટી સંખ્યામાં નીકળી હતી.વિદ્યાર્થીઓ ઘ્વારા ભારતમાતા કી જય,વંદે માતરમ,જય જવાન,જય કિસાન,ભારત દેશ અમર રહો,વીર જવાનો અમર રહો,શહીદો અમર રહો,આધી રોટી ખાયેંગે,દેશ કો બચાયેંગે સહિતના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.ગ્રામજનોએ ઠેર ઠેર રેલીનું પુષ્પવર્ષા વરસાવી સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમમાં બોડેલી તાલુકા મામલતદાર,નાયબ મામલતદાર,ટીડીઓ,વણઘા ચલામલી કેળવણી મંડળના પ્રમુખ શાંતિભાઈ,મંત્રી ચંદ્રવદનભાઈ,ટ્રસ્ટીઓ પ્રેમશરણભાઇ,જીગ્નેશભાઈ,ભગુભાઈ પંચોલી,કનુભાઈ,શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ,નિરાલીબેન સહીત શૈક્ષણિક સ્ટાફ,ગામના વડીલો,આગેવાનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220813_145816.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *