Gujarat

ચલાલા ખાતે ભાવેશભાઈ ઠુંમર હાલ અમૃત પુષ્પના ઔષધ દ્વારા અનેક દર્દીઓને સાજા કરતાં જોવા મળે છે. આમ તો અમૃત પુષ્પના મૂળ સંશોધક સ્વ. દિનેશભાઈ વીઠલાણી દ્રારકાવાળાના આશીર્વાદથી અને ગુરૂમહારાજની પ્રેરણાથી આ સેવા કાર્ય કરતાં જોવા મળે છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સ્વ. દીનેશભાઈ વીઠલાણી દ્રારકાવાળાના આશીર્વાદથી અને ગુરૂમહારાજની પ્રેરણાથી અમરેલી જિલ્લાના ચલાલા ખાતે ભાવેશભાઈ ઠુંમર હાલ અમૃત પુષ્પ ઉકાળો જેને તમે ખરા અર્થમાં સંજીવની ઔષધ કહી શકો તેવું અમૃત પુષ્પ આયુર્વેદિક ઔષધ નું દર્દીઓને ખૂબ નજીવી કિંમતે વિતરણ કરતાં જોવા મળે છે.  ખાસ કરીને જીવનની અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓ માટે આ ઔષધ વરદાન રૂપ સમાન સાબિત થઈ રહ્યું છે. આમ તો આ ઔષધના મૂળ સંશોધક સ્વ દિનેશભાઈ વીઠલાણી દ્રારકાવાળા છે. પરંતુ તેમણે આ ઔષધની ફોર્મ્યુલા તેમના સેવાભાવી અનુયાયીઓને આપી અને દર્દીઓને છેક દૂર દ્વારકા સુધી ધક્કો ન થાય તે ઉદ્દેશથી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અનેક શહેરોમાં આ ઔષધ વિતરણ કરવાની અનુમતિ આપી હતી. આ સંદર્ભે ચલાલા ખાતે ભાવેશભાઈ ઠુંમર પણ સ્વ.દિનેશભાઈ વીઠલાણી દ્રારકાવાળાના સપનાને સાકાર કરવા માટે આ અમૃત પુષ્પનું વિતરણ કરતાં જોવા મળે છે. અહીં કેન્સર, હાર્ટ બ્લોકેજ, ચર્મરોગ, વર્ષોનાં સાંધાના દુઃખાવાને લગતા દર્દો સમેત થાઈરોઈડ જેવી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ પણ આવે છે અને પોતાના દર્દના નિવારણ માટે અમૃત પુષ્પ લઈ જતા જોવા મળે છે. અને આ ઔષધ દ્વારા અનેક દર્દીઓને તેઓના દર્દમાથી છૂટકારો પણ મળતો જોવા મળે છે. આ અમૃત પુષ્પ આમ તો સ્વ. દીનેશભાઈ વીઠલાણી દ્રારકાવાળાની ફોર્મ્યુલા મુજબ બનાવેલ આયુર્વેદિક ઉકાળો જ છે. આ અમૃત પુષ્પના સેવન દરમિયાન થોડી પરેજી પાળવાની હોય છે અને લગભગ ત્રણ માસમાં તો દર્દ ગાયબ થતું પણ જોવા મળે છે. આવા અનેક દર્દીઓને અહીં દર્દની પીડાથી મુક્તિ પણ મળે છે. પથારીવશ થયેલા દર્દીઓ પણ સાજા થઈ શકે છે એવું પણ ભાવેશભાઈએ સાવરકુંડલા શહેરના પત્રકાર બિપીનભાઈ પાંધીને જણાવ્યું હતું. ખૂબ જ નજીવી કિંમતે આ અમૃત પુષ્પ દર્દીઓ માટે ખરા અર્થમાં અમૃત સમાન સાબિત થઈ રહ્યું છે.  ધારી તાલુકાના ચલાલા ગામે અમૃત પુષ્પ નામના  ઉકાળા ઔષધ દ્વારા અનેક દર્દીઓને સાજા કરવામાં જેનું મહત્વનું યોગદાન છે એવા સેવાભાવી નાગરિક ભાવેશભાઈ ઠુંમરની સેવાની કિર્તી હવે ચલાલાના સીમાડા ઓળંગીને સૌરાષ્ટ્રના છેવાડે પહોંચી છે.
પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલા શહેરનાં વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી તેમની શુભેચ્છા મુલાકાત લેતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *