Gujarat

ચાંદખેડાના નવા પીઆઈએ ૪ લાખના મુદ્દામાલ સાથે જુગારધામ ઝડપ્યું

અમદાવાદ
ચાંદખેડા પોલીસની કામગીરી પર અગાઉ કોર્ટે ફટકાર લગાવી હતી. પીસીબીએ આ વિસ્તારમાં દારૂનું ગોડાઉન પકડ્યું હતું. એ સમયે પીઆઈની બદલી કરવામાં આવી હતી. જ્યારે હવે નવા પીઆઈ આવ્યાને ગણતરીના દિવસો થયાં છે. ત્યારે આ વિસ્તારમાં ૪ લાખના મુદ્દામાલ સાથે પીસીબીએ જુગારધામ ઝડપ્યું છે. આ વાતની ગંભીર નોંધ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લીધી છે અને આ દિશામાં કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. થોડા સમય અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં રીતસર દારૂનું ગોડાઉન ચાલતું હતું .જેની જાણ પીસીબીને થઈ અને રેડ કરતા કરોડોનો મુદ્દામાલ અને સ્થાનિક પોલીસની મિલીભગત સામે આવી હતી. સતત વિવાદમાં રહેલા પોલીસ સ્ટેશનના પીઆઈની પોલીસ કમિશનરે બદલી કરી નાખી હતી.આ બનાવ બાદ પણ નવા પીઆઈ કડક કાર્યવાહી કરરવાના બદલે દલા તરવાડી જેવી સ્થિતિ ચાલુ રાખી અને ફરી એક વાર ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાંથી ૯ આરોપી સહિત ૧.૪૯ લાખ રોકડ અને ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પીસીબીએ કરેલી રેડમાં પ્રકાશ ઓડ, હસમુખ પરમાર, રમેશ,ધીરજ, અલ્પેશ, હિંમત, શેલેશ, અક્ષય અને રાકેશની ધરપકડ કરવામાં આવી છે.સુત્રોના જણાવ્યા અનુસાર નવા આવેલા પીઆઈની પાસે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કડક કરવાની અપેક્ષા ઉચ્ચ અધિકારીઓને હતી પણ પીસીબી એ રેડ કરતા હવે પીઆઈની કામગીરી પર પોલીસ કમિશનર સમીક્ષા કરશે.અમદાવાદમાં શ્રાવણિયા જુગારની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે જુગાર અને દારૂના અડ્ડા પર અંકુશ લાવવા માટે પીસીબી પીઆઈ તરલ ભટ્ટે સૂચના આપી હતી. જેમાં આગામી દિવસોમાં શ્રાવણ મહિનામાં જુગારીઓને પકડવા માટે ખાસ કામગીરી કરવા પોલીસ કમિશ્નર દ્વારા સૂચન કરવામાં આવ્યાં છે. ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી પીસીબીએ ચાર લાખના મુદ્દામાલ સાથે જુગારધામ ઝડપી પાડ્યું છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *