પાટણ
ચાણસ્મા પંથકના શખ્સે સગીરા સાથે ફોનમાં વાતચીત કરી મીત્રતા કેળવી વાતચીત કરવાના અને અન્ય ફોનમાં વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકીઓ આપી મારઝૂડ કરી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતુ. આ અંગે સગીરાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્મા પોલીસ મથકના પી.આઈ આર.એમ. વસાવાએ ગણતરીના કલાકોમાં દુષ્કર્મ આચરનાર આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.ચાણસ્મા તાલુકાનાં એક ગામની ૧૬ વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ સગીરાએ નોંધાવી હતી. ફરીયાદના આધારે તપાસ કરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.
