Gujarat

ચિરાગ હાઉસિંગના રહીશોને સુવિધા ન મળતાં મતદાનના બહિષ્કારની આપી ચીમકી

વિરમગામ
વિરમગામ ચિરાગ હાઉસિંગના રહીશો દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી ગાંધીનગરને સંબોધીને વિરમગામ પ્રાંત અને ચીફ ઓફિસરને વિવિધ માગણીઓ સાથે આવેદનપત્ર આપી માગણીઓ ન સંતોષાય તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર ચિરાગ હાઉસિંગ સોસાયટીના રહીશો ઘણા સમયથી પાલિકાને લેખિત અને મૌખિકમાં પીવાના પાણીની સમસ્યા બાબતે, ઉભરાતી ભૂગર્ભ ગટરો, બંધ સ્ટ્રીટ લાઇટો વિશે રજૂઆતો કરી હતી. ૪ વર્ષથી લોકોને પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે. મોટાભાગે નળમાં પાણી આવતું નથી અને ક્યારેક પાણી આવે તો તેમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે. આ બાબતે પણ અનેક વાર નગરપાલિકામાં રજૂઆતો કરી હતી. પરંતુ હજી સુધી આ પ્રશ્નનો નિરાકરણ આવેલું નથી. જેનું મૂળ કારણ ચિરાગ સોસાયટીની આગળ આવેલી નીલકંઠ સોસાયટી, મધુસુદન સોસાયટી, તુલસી સોસાયટી, અંબિકા સોસાયટીના તમામ સોસાયટીઓમાં એક સાથે પાણી છોડવામાં આવતું હોવાથી છેલ્લે આવેલી ચિરાગ હાઉસિંગ સોસાયટીમાં પૂરતું પાણી પહોંચતું નથી અને પાણીનો સમય પણ ખૂબ જ ઓછો છે. સોસાયટીના રહીશો જણાવી રહ્યાં છે કે, ૧૫ દિવસમાં અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારી ચૂંટણીનો જાહેર બહિષ્કાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *