Gujarat

ચીફ ઓફિસર મયુર જોશી ગેરહાજર જણાતા રોજ કામ કરી તંત્રને કરી જાણ…. 

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વંથલી નગરપાલિકા કચેરીની કરી ઓચિંતી મુલાકાત
 ઘેરહાજર રહેવાની ટેવ વાળા કર્મચારીઓ માં મચ્યો ફફડાટ
વંથલી નગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસી સદસ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી કચેરી કામકાજ સમય દરમિયાન ગેરહાજર રહી વહીવટી કાર્યવાહી ખોરંભે પાડતા હોવાની ફરિયાદ સંદર્ભે આજરોજ વંથલી માણાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા નગરપાલિકા કચેરીની ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી,આ મુલાકાત સમય દરમિયાન ચીફ ઓફિસર મયુર જોશી ગેરહાજર જણાયા હતા તેઓનું ટેલિફોનિક સંપર્ક કરી કચેરીએ આવવાનું જણાવેલ હોવા છતાં તેઓ વંથલી કચેરીએ આવેલ ન હોય જે સંદર્ભે ધારાસભ્યશ્રીએ ઉપસ્થિત કોંગી સદસ્યોની અને જાગૃત આગેવાનોની હાજરીમાં રોજ કામ કરાવડાવી વહીવટી તંત્રને તેની લેખિત જાણ કરતા કર્મચારીઓમાં ખડભડાટ મચી જવા પામેલ છે, નગરપાલિકા કચેરીની ધારાસભ્યશ્રી દ્વારા ઓચિંતી મુલાકાત સમયે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે રહ્યા હતા,નગરપાલિકા ચીફ ઓફિસર ઘણા સમયથી વિવાદાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાની ફરિયાદ સંદર્ભે તેની સમીક્ષા કરવાના હેતુસર ધારાસભ્યશ્રી દ્વારા કચેરીની ઓચિંતી મુલાકાત કરાતા ઘેર હાજર રહેવાની કુટેવ ધરાવતા સરકારી કર્મચારીઓમાં પણ ખડભડાટ જોવા મળી રહ્યો છે.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20221230_193512.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *