વિધાનસભા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે ગીર સોમનાથના તાલાળા વિધાનસભા મતવિસ્તારમાં દિવ્યાંગ મતદાર અપારનાથી રમેશગીરી લક્ષ્મણગીરી (ઉ.વ.૫૨) એ પણ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
દિવ્યાંગ મતદાર રમેશગીરી લક્ષ્મણગીરીએ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી દિવ્યાંગ મતદારોને મળતી વ્હીલચેર તેમજ સહાયક સહિતની તમામ સુવિધાઓના કાર્યને બીરદાવ્યું હતું અને લોકશાહીના મહાપર્વમાં તમામ લોકો ભાગીદાર થાય એવો સંદેશો પણ આપ્યો હતો.


