Gujarat

ચૂંટણી પંચે માન્ય કરેલ ચૂંટણી ઓળખકાર્ડ અને તે સિવાયના ૧૨  પુરાવા પૈકી કોઇ એક પુરાવાની અસલ પ્રત મતદારોએ રજૂ કરવાની રહેશે 

આગામી તા. ૦૫મી, ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાની ૧૩૭-છોટાઉદેપુર, ૧૩૮-જેતપુર પાવી અને ૧૩૯-સંખેડા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન યોજાશે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર દરેક મતદાતાએ મતદાન કરતી વખતે રજૂ કરવાના થતા ઓળખના પુરાવા તરીકે ચૂંટણી પંચે માન્ય કરેલ મતદાર ઓળખકાર્ડ અને તે સિવાયના ૧૨ પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવાની અસલ પ્રત મતદાન મથક ખાતે રજૂ કરવાની રહેશે. ડીજીટલ લોકર, નકલ પ્રત કે વોટર ઇન્ફર્મેશન સ્લીપ પુરાવા તરીકે માન્ય રહેશે નહીં. મતદાન મથકની અંદર મોબાઇલ, હથિયાર કે અન્ય કોઇ પણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણ લઇ પ્રવેશ કરી શકાશે નહીં.
મતદારોને કોઇ પણ પ્રકારની મુંઝવણ હોય તો ૧૩૭- છોટાઉદેપુર વિધાનસભાના કંટ્રોલ રૂમ. નં. ૦૨૬૬૯-૨૩૨૦૧૦, ૧૩૮-જેતપુર પાવી વિધાનસભાના કંટ્રોલરૂમ નં. ૦૨૬૬૯-૨૫૪૨૦૦ અને ૧૩૯-સંખેડા વિધાનસભાના કંટ્રોલરૂમ નંબર ૦૨૬૬૫-૨૨૨૦૪૦ ઉપર સંપર્ક કરવા જિલ્લા ચૂંટણી અધિકારી સ્તુતિ ચારણે જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *