ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ ઉપર અંકુશ મેળવવા ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમા તથા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલએ તાબાના અધિકારી તથા માણસોને જરૂરી સુચના આપવામા આવેલી છે. જે અન્વયે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર એચ.પી ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ દરમ્યાન બાતમી મળેલ કે, ‘‘કલોલ આંબેડકર ઓવર બ્રીજ- એસ.ટી. વર્કશોપ નજીક ત્રણ ઇસમો એક નંબર વગરના જ્યુપીટર સ્કુટર તથા પેશન પ્રો બાઇક (જીજે-૧૬-બીએમ-૮૯૯૬) સાથે ઊભા છે. જે ત્રણેય ચેઇન સ્નેચીંગ તથા વાહન ચોરીના ગુના કરવાની ટેવવાળા છે. જેનાં પગલે એલસીબી પીએસઆઇ ડી એસ રાઓલ સહિતની ટીમે ઉક્ત સ્થળે થી મુકેશ ઉર્ફે બલ્લુ બલરામ મદ્રાસી (સોની) (રહે. – ચંડોળા તળાવ પાસે, પી.ડબલ્યુ.ડીના છાપરામાં, ઇસનપુર,અમદાવાદ), શૈલેષભાઇ મફતભાઇ પરમાર અને રાજકુમાર કનુભાઇ વસાવા (બંને રહે.નવીનગરી, ઢુનાદરા ગામ, તા-ઠાસરા, જી.ખેડા)ને દબોચી લીધા હતા. આ ઈસમો પાસેથી મળી આવેલ જ્યુપિટર તેમજ બાઈક બાબતે પુરાવાઓ માંગવામાં આવતાં તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેમની અંગ જડતી કરતા મુકેશ ઉર્ફે બલ્લુ મદ્રાસી તથા શૈલેષ મફતભાઇ પરમારના પેન્ટના ખિસ્સામાંથી બે સોનાની ચેઇન તથા ચેઇનના ટુકડા નંગ-૭ મળી આવ્યા હતા. આ અંગે ત્રણેયની પૂછતાંછ કરતાં મુકેશ ઉર્ફે બલ્લુ મદ્રાસીને અગાઉ ચેઇન સ્નેચીંના ગુન્હાઓમાં સજા થઈ હતી. જેથી તે નડિયાદ જેલમાં હતો. અને બે માસ પહેલા જેલમાંથી મુકત થયા બાદ સાબરમતી રામનગર વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસેના ગેટ આગળથી ચેઇન સ્નેચીંગ કરવા માટે એક એક્ટિવાની ચોરી કર્યું કર્યું હતું. મુકેશને જેલવાસ દરમ્યાન રાજકુમાર વસાવા સાથે મિત્રતા થઈ હતી. આમ બંને જણા જેલમાંથી મુકત થયા બાદ આ ચોરીના એક્ટિવા ઉપર ચેઇન સ્નેચીગ કરવાનું નકકી કરી અન્ય મિત્ર શેલેષ પરમારને સાથે રાખી ગુન્હાઓ કર્યા હતા. જે પૈકી આજથી આશરે દોઢેક માસ ઉપર મુકેશ તથા શૈલેષ પરમાર ઉપરોકત ચોરીનાં એક્ટિવા લઇ કલોલ આવેલ અને કલોલ હનુમાનજી મંદીર પાસે એક બહેન ચાલતા જતા હોઇ તેઓના ગળામાંથી સોનાની ચેઇન ઝુંટ મારી તોડી ભાગી ગયા હતા. ત્યારે એક્ટિવા પુરઝડપે ચાલતુ ન હોવાથી તે કલોલ સરદારબાગ પાસે મુકી બસમાં નીકળી ગયા હતા. બાદમાં આજથી આશરે દસેક દિવસ ઉપર રાજુકમાર વસાવાના પેશન પ્રો બાઇક ઉપર કલોલ આવેલા અને કલોલ સ્વામીનારાયણ મંદીર પાસે એક જયુપીટર સ્કુટર પાર્ક થયેલ હતુ અને તેમાં ચાવી ભરાવેલ હોઇ જયુપીટરની ચોરી લઈ મુકેશે પોતાની પાસે રાખ્યું હતું. અને આઠેક દિવસ ઉપર મુકેશ જયુપીટર લઇ સાંજના સમયે કલોલ આવેલ અને કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ નીલગીરી ફલેટ સામે રોડ ઉપર એક બહેન ચાલતા જતા જયુટીટર તેમની નજીક લઇ જઇ તેમના ગળામાં પહેરેલ ચેઇનની લુંટ કરવા ઉપરાંત આજથી આશરે છએક દિવસ અગાઉ મુકેશ જયુપીટર લઇ સાંજના સમયે કલોલ આવેલ અને કલોલ ડી-માર્ટ પાછળ આવેલ ગોવર્ધન સોસાયટીની સામે રોડ ઉપર એક કપલ ચાલતુ જતુ હતું. અને બહેનના ગળામાંથી દોરો તોડી લીધો હતો.અમદાવાદ-નડિયાદ ખાતે ચેઇનસ્નેચીંગ તેમજ ગેરકાયદેસર હથિયાર સહીતના ૫૦ જેટલાં ગુનામાં પકડાયેલા રીઢા ગુનેગારને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે કલોલથી સોનાની ચેઇન નંગ-૨ તથા સોનાની ચેઇનના ટુકડા નંગ-૭ કિ.રૂ. ૨ લાખ ૧૩ હજાર ૭૫૦ તેમજ બે વાહન સહીત કુલ રૂ. ૨ લાખ ૬૮ હજાર ૭૫૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગાંધીનગરના ચાર ગુનાનો ભેદ ઉકેલી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


