સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પથંકમાં ત્રણ વર્ષ અગાઉ એક સાથે બે સિંહ દેખાતા વનવિભાગ હરકતમાં આવી ગયું હતુ. ત્યારે ચોટીલાના ઠાંગા પથંકમાં ત્રણ વર્ષ બાદ ફરી સિંહ દેખાયાની મંદિરના પૂજારીના દાવા બાદ વનવિભાગ દોડતું થયું હતું. ચોટીલાના ઠાંગનાથ મહાદેવ મંદિરના પૂજારીને સિંહ જાેયાની વાત કરતા વિનવિભાગે તપાસ હાથ ધરી હતી. જાે કે, તપાસમાં સિંહ હોવાના કોઈ સગડ મળ્યા ન હતા. સામાન્ય રીતે જૂનાગઢના ગીર પથંકમાં સિંહ જાેવા મળે છે. ત્યારે ત્રણ વર્ષ અગાઉ ચોટીલા પથંકમાં બે સિંહ દેખાતા લોકોમાં ભયની લાગણી સાથે ફફડાટનો માહોલ સર્જાયો હતો. અને આ ઘટનાથી વનવિભાગ હરકતમાં આવીને દોડતું થયુ હતુ.ત્યારે ચોટીલા પથંકમાં ત્રણ વર્ષ બાદ ફરી સિંહ દેખાયાની ચર્ચાએ જાેર પકડ્યું છે. ચોટીલા તાલુકાના અકાળા નજીક જંગલમાં (વીડમાં) આવેલા ઠાંગનાથ મહાદેવ મંદિરના મહંતને મંદિરમાં પૂજા-અર્ચના કરવા જઇ રહ્યાં હતા ત્યારે મંદિર પાસે ગર્જના સાથે સિંહ દેખાયાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના અધિકારીઓ સહિતનો આખો સ્ટાફ ઠાંગા પથંકનો જંગલ વિસ્તાર ખૂંદવા દોડી ગયો હતો. ચોટીલાના ઠાંગા પથંકમાં ત્રણ વર્ષ બાદ ફરી સિંહ દેખાયાની ચર્ચા બાદ અમારી આખી ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જ્યાંફ સઘન તપાસ બાદ સિંહ દેખાયાના કોઇ સગડ કે પગના નિશાન પણ જાેવા ન મળતા આ વાત હાલમાં અફવા હોવાનું લાગે છે. પણ આ વિસ્તારમાં દીપડો હોવાથી કદાચ દીપડો દેખાયો હોવાનું બની શકે. અને વધુમાં અમારા ઉચ્ચ વિભાગ તરફથી પણ જંગલ વિસ્તારમાંથી કોઇ સિંહ ચોટીલા પથંકમાં આવ્યા હોવાના પણ મેસેજ નથી.


