Gujarat

ચોટીલા પાસે રીક્ષાને ટ્રકે ટક્કર મારતા રીક્ષા ચાલકનું મોત

સુરેન્દ્રનગર
ધોરાજીના રહીશ ચંદુભાઈ દેવગણભાઈ વાઘેલા ગત રોજ તેની પત્ની લાભુબેન વાઘેલા અને પુત્ર અરવિંદ સાથે પોતાની રીક્ષા લઈને ધોરાજીથી પોતાના મુળ વતન સુરેન્દ્રનગરના હારીજ ખાતે માતાજીના નિવેદ કરવા આવી રહ્યા હતા. ત્યારે ચોટીલા નજીક પાછળથી પુરપાર ઝડપે આવતાં કાળમુખા ટ્રકની ઠોકરે રીક્ષા રોડની નીચે ફંગોળાઈ ગઈ હતી. જેમાં રીક્ષા ચાલક ચંદુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સિવીલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનો મૃતદેહ જ પહોચ્યો હતો. જયારે તેમના પત્ની અને પુત્રને પણ શરીરે ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જે અંગેની જાણ થતાં ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત બાદ ટ્રાફીક જામ થઈ જતા ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. તેમજ અકસ્માત સર્જીને નાશી છુટેલા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી હતી. મૃતક ચંદુભાઈ અને તેનો પરીવાર સુરેન્દ્રનગરના હારીજ ગામે માતાજીના નિવેદ કરવા જતા હતા, ત્યારે દુર્ઘટના ઘટી હતી. મૃતક જૂના કપડા વેંચવાનો ધંધો કરે છે. અને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. જેમાં પિતાજી છત્રછાયા ગુમાવતા પરીવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ટ્રકે રીક્ષાને હડફેટે લીધી હતી. જેથી ધોરાજીના રીક્ષા ચાલક પ્રૌઢનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે તેની સાથેના પત્ની અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા હતા. આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *