Gujarat

ચોમાસાનો પ્રારંભ થાય એટલે  સાવરકુંડલા શહેરની નાવલી નદીમાં બેસતી શાકમાર્કેટ બિલાડીના બચ્ચાંની જેમ ફરતી થાય. હવે તો આ અખબારી અહેવાલ લખતાં કલમ પણ રડી પડે છે.!! હે, પ્રભુ!! હવે તો આ સત્તાધીશોને આ શાકમાર્કેટ વિક્રેતા અને નગરજનોનું દર્દ સંભળાય તો સારું…!!

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા, હવે ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો એટલે સાવરકુંડલાની  એકાદ લાખની વસ્તી ધરાવતાં શહેરની શાકમાર્કેટ હવે બિલાડીના બચ્યાંની જેમ શહેરમાંથી પસાર થતાં સાવરકુંડલા મહુવા રોડની બંને બાજુએ રોજીરોટી રળવા સ્થળાંતરિત થઈ છે. દર વર્ષે શાકમાર્કેટ વિક્રેતાઓનું આ દર્દ એ.સી.માં બેસીને કામ કરતાં તંત્રને ક્યાંથી મહેસૂસ થાય..!! દર વર્ષે ચોમાસુ આવે એટલે આ મોંકાણ ઊભી થાય છે..!! આમ તો કોને ખબર આ શાકભાજી વિક્રેતાઓનાં કિસ્મતમાં જ નદી બઝાર અને રોડની બંને બાજુ એ સિવાય કોઈ વિકલ્પ જ  નથી દેખાતો..!! છેલ્લા એક સૈકાથી તો સાવરકુંડલાના શાકભાજી વિક્રેતાઓ અને સાવરકુંડલાના નગરજનો પણ આ પીડા ભોગવી રહ્યા છે..!! હા, તંત્રને કાને આ દર્દનો ધ્વનિ સંભળાય તો કોઈ ઉકેલ આવે, બાકી તો સાવરકુંડલાના શહેરીજનોને પણ હવે સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી આમ તો નદી તો કહેવા પૂરતી જ રહી છે. ચોમાસામાં અમુક દિવસોને બાદ કરતાં ગટરના ગંદા પાણી જ વહેતાં જોવા મળે છે. આમ આવા માનવજાતની તંદુરસ્તીને જોખમાવે એવાં વાતાવરણમાં સાવરકુંડલાના શહેરીજનો શાક ખરીદવા મજબૂર બને છે. એટલે વિશેષ કશું શું કહેવું? ખાલી શહેરીજનો અને શાકભાજીના વિક્રેતાઓનો આર્તનાદ..!! હે, ઈશ્ર્વર!! આ શાકમાર્કેટને કોઈ હેલ્થ અને હાઈજેનિક વાતાવરણમાં સ્થળાંતરિત થાય અને કોઈ આ દર્દને મહેસૂસ કરી આ શાકમાર્કેટના વિક્રેતાઓની સમસ્યાનો કોઈ કાયમી હલ ખોળી કાઢે એવી પ્રભુ પરમાત્મા પાસે કરબધ્ધ પ્રાર્થના..!! હવે તો આ સમસ્યા અંગે અખબારી અહેવાલ લખતાં લખતાં કલમ પણ રડી પડે છે.!
કાશ! સત્તાધીશો આ સમસ્યાનું નિરાકરણ કરે એવી અપેક્ષા સાવરકુંડલા નગરજનો રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *