Gujarat

ચોરવાડ માં ગીરનારા બ્રાહમણ જ્ઞાતિ ની ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન

 ગિરગઢડા
  ભરત ગંગદેવ.
વિશ્વભર ના પરીવારો ઉમટી પડયા
ગીરનારા જ્ઞાતિ સેતુ બંધી છે:શ્યામ પાઠક
ચોરવાડ માં ગીરનારા બ્રાહમણ જ્ઞાતિ ની ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરાયેલ છે તેમાં વિશ્વ ભરમાંથી પરીવારો ઉમટી પડેલ છે કથા નો લાભ લેવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર શ્યામ પાઠક પરીવાર સાથે આવી પહોચેલ હતા .
ચોરવાડ ગીરનારા બ્રાહમણ સમાજ મંડળ ભવન દ્વારા વિશ્વ ભરમાં સ્થાયી થયેલા ગીરનારા બ્રાહમણ જે વતન છોડી ગયેલ હતા તે તમામ પરીવારોને એક સાથે કરવા માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયેલ હતું તેમાં તારક મહેતા ઉલ્ટા ચશ્મા ના શ્યામ ભાઈ પાઠક ( પત્રકાર પોપટલાલ ) પરીવાર સાથે ઉપસ્થિત રહેલ હતા ત્યારે ગીર સોમનાથ મીડીયા સેન્ટર ના દીપક કકકડ ને જણાવેલ હતું કે જે વડીલોએ આયોજન કરેલ છે તે સરાહનીય છે ચોરવાડ માં વસતા ગીરનારા બ્રાહમણ સમાજ વિશ્વભર માં સ્થાયી થયેલ છે વતન માં ભગવત નામ લેવાય તે માટે બ્રહમપુરી માં વકતા પંકજભાઈ વ્યાસ તેમની વાણી થી શ્રૌત્રાજનોને રસપાન કરાવી રહેલ છે ભગવત વાણી નો લાભ લેવો તે સહોભાગ્ય છે બધા ભેગા થયા છે મારા પરીવારને ખુબજ આનંદ થયો છે આ આયોજન થી ગદગદ થયો છે ચોરવાડ નો વતની છે ચોરવાડ પ્રત્યે લાગણી છે નાના ગામમાં આટલું મોટું કાર્ય કરવા માટે કમીટીના તમામ સભ્યોને બિરદાવું છુ .
શ્યામ પાઠકે વધુ માં જણાવેલ હતું તારક મહેતા ની સીરીયલ ને ૧૪ વર્ષ થયેલ છે હસતા રમતા કયા નિકળી ગયા તે ખબર પડી નથી ખુબ મોટી ટીમ છે પરીવારનો પ્રેમ મળે છે ઈશ્વર ના આશિવાદ છે વિશ્વ ભરને હંમેશા હસાવતા રહે તેવા પ્રયત્નો કરીએ છીએ હજુ પણ વર્ષો સુધી સતત આર્શિવાદ ઈશ્વર ના અને દર્શકોના મળી રહે તેવી લાગણી વ્યકત કરેલ હતી .

IMG-20220509-WA0276.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *