Gujarat

છુછાપુરા દરગાહ પર જવા માટે  નેહેર પર બનાવેલ નાળા પર રેલિંગ ન હોવાથી શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલી અકસ્માતનો ભય

વહીવટી તંત્ર દ્વારા કોઇ અકસ્માત કે કોઇ જાનહાની ન થાય તે માટે લોખંડની રેલીંગ બનાવે તે ખુબજ જરૂરી
 છુછાપુરા ગામે આવેલા હિન્દુ મુસ્લિમ દરેક માટે આસ્થાનું પ્રતિક એવા પીર હઝરત ખ્વાજા જલ્દ નવાજ (ર.અ) ની દરગાહ ખાતે સંખ્યાબંધ હિન્દુ-મુસ્લીમ સમજના લોકો ઉમટી પડતા હોય છે પરંતુ દુઃખની વાત એ છે કે ત્યાં દરગાહ પર અવર જવર માટે નહેર પર બનાવેલ નાળુ જે અધુરા પીલરોની આળ હોય વાહન કે લોકો ને અવર જવર માં તકલીફ પડે છે અને રેલીંગ વગરની કેટલીક ખુલ્લી જગ્યામાં અક્સ્માત કે જાન હાની થવાનો ભય સેવાઇ રહ્યો છે.
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પાસે આવેલ છુછાપુરા ગામ ખાતે કોમી એકતા માટે પ્રેરણારૂપ પીર હઝરત ખ્વાજા જલ્દ નવાજ (ર.અ) ની દરગાહ આવેલી છે. જ્યાં ઉર્સ તેમજ દર ગુરૂવાર, શનિવાર અને રવીવારે સંખ્યાબંધ હિન્દુ- મુસ્લીમ સહિત અનેક સમાજના લોકો પોતાની માનતા – બાધા કરવા ઉમટી પડતા હોય છે અને અનેકની મનોકામના પુર્ણ થતી જોવા મળતી હોય અહિંયા દરગાહ પર દર્શન કરવાએ મહત્વતા હોય છે. પરંતુ આ દરગાહ પર છુછાપુરા ગામમાંથી એક  કોતરડુ – નહેર પરથી જવુ પડતું હોય છે જેમાં ચોમાસામાં આ કોતરડામાંથી પાણીનો પ્રવાહ વહેતો હોય છે ત્યારે અહિંયા આ કોતરડા નહેર પરથી અવર જવર કરવા નાળુ બનાવેલ છે પરંતુ આ નાળાના કેટલાક પીલરો આડરૂપ બનાવેલ છે જેમા પણ કેટલાક પીલરો ન હોવાથી ત્યાં વર્ષોથી ખાલી જગ્યા જોવા મળે છે. આ ઉપરાંત અન્ય પીલરો સાથે જોડાયેલ
લોખંડની રેલિંગ પણ અમુક નીકળેલી હાલતમાં છે જેથી આ નાળા પરથી પસાર થતા લોકો કે પછી કોઇ વાહન આવી ખાલી જગ્યા પરથી નાળા – નહેરમા પડી જવાનો ભય સેવાઇ રહ્યો છે. આ નહેર નાળા પર વહીવટી તંત્ર દ્વારા કોઇ અકસ્માત કે કોઇ જાનહાની ન થાય તે માટે લોખંડની રેલીંગ બનાવે તે ખુબજ જરૂરી બન્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220526-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *