Gujarat

છેલ્લા ઘણા સમયથી પોલીસ જ ભક્ષક બને તેવા કિસ્સા વધ્યાઃ ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ
કચ્છમાં સામાન્ય ચોરીના ગુનામાં પકડાયેલા ત્રણ ચોરને પોલીસે અમાનવીય રીતે મારતાં મોત નીપજતાં, આ કેસમાં પોલીસે કરેલી જામીન અરજી ફગાવતા હાઈકોર્ટે અવલોકન કર્યું કે, છેલ્લાં થોડાં વર્ષોથી પોલીસ રક્ષકને બદલે ભક્ષક બન્યાના કિસ્સા વધી ગયા છે. કોર્ટ આવા પોલીસ કર્મચારીઓને માફ ન કરી શકે. કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસ સામે નજરે જાેનારા સાક્ષીનું નિવેદન રુંવાડાં ઊભા કરનારું છે. કચ્છના મુન્દ્રા જિલ્લાના કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસ કર્મચારીએ હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે, પોલીસ કર્મચારી તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. કેસની ટ્રાયલ લાંબો સમય ચાલી શકે તેમ હોવાથી જામીન મંજૂર કરવા જાેઈએ. બીજી તરફ સરકાર તરફે એવી દલીલ કરાઈ હતી કે, ચોરીના આરોપમાં પકડાયેલા ૩ આરોપીને લાકડી, પટ્ટાના બકલ અને લાતો મારી તેમના પ્રાઇવેટ પાર્ટ પર મોબાઇલ ચાર્જરથી કરેલા અમાનવીય કૃત્યથી આરોપીના પ્રાઇવેટ પાર્ટ પર નિશાન મળી આવ્યાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનાથી જ મૃત્યુ થયાનું તારણ આપ્યું હોવાથી આરોપીને જામીન આપી શકાય નહીં. ચોરીના આરોપસર પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી તે પૈકી કસ્ટોડિયલ ટોર્ચર દરમિયાન બે આરોપી પોલીસ દમનમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક વ્યક્તિ બચી ગઈ હતી. બચી ગયેલી વ્યક્તિ નજરે જાેનાર સાક્ષી બન્યો હતો. તેણે આપેલાં નિવેદનો પરથી જવાબદાર પોલીસ કર્મચારી સામે ગુનો સાબિત થયો હતો.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *