Gujarat

છેલ્લા છ વર્ષથી ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડી પાડની કવાંટ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવી જે અનુસંધાને અમો તથા સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. સી.એમ.ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકિકત મળેલ કે ડભોઈ પો.સ્ટે I ગુ.રજી.નં.૪૮/૨૦૧૭ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામનો આરોપી કદીપભાઈ નસરીયામાઈ રાઠવા રહે.પિળ્યાવાંટ પટેલ ફળીયા તા.સૉઢવા જી.અલીરાજપુર નાઓ ક્વાંટ બજાર આવવાનો છે જે બાતમી હકીકત આધારે સદરી ઇસમને ક્વાંટ ડોન બોસ્કો ચોકડી ખાતે વાહન ચેકિંગની તપાસમાં હતા તે દરમ્યાન સદર આરોપી આવતા તેની વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આમ છ વર્ષથી પોતાની ધરપકડને ટાળી નાસતો ફરતો હોય આરોપીને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221221-181517_WPS-Office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *