છેલ્લા ત્રણ વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ (AHTU) ભરૂચ
વડોદરા રેન્જ I/c પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓની સુચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.એસ. વસાવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ (AHTU) ભરૂચ તથા પોલીસ ઈન્સ્પેકટર શ્રી આર.એચ.વાળા અંકલેશ્વર શહેર પો.સ્ટે.નાઓએ જીલ્લામાં પોક્સોના ગુનાના આરોપીઓને તથા ભોગ બનનાર બાળકીને શોધી કાઢવા સંયુક્ત રીતે AHTU ના ટીમના પોલીસ માણસો તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને આપેલી સુચના મુજબ
અંકલેશ્વર શહેર પો.સ્ટે.ગુ.ર.નં.-૧૫૪/૨૦૧૯ IPC ક.૩૬૩,૩૬૬,૩૭૬(જે)(એન) તથા પોક્સો એક્ટ ક.૪,૬,૧૨ મુજબના ગુનાના કામનો આરોપી અનિલકુમાર ધનીરામ કસ્યપ ઉ.વ.૨૪ રહે,૪૬ પંચવટી સોસાયટી,ગડખોલ પાટીયા પાસે, અંક્લેશ્વર ભરૂચ મુળ રહે.ધાનીપુર,જી.ગૌડા (UP) છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જેને આજરોજ બાતમી આધારે પંચવટી સોસાયટી પાસેથી પકડી પાડી અટક કરી આગળના ગુનાની તપાસ પોલીસ ઈન્સ્પેકટર એન.એસ. વસાવા નાઓ કરી રહેલ છે.
કામગીરી કરનાર અધિકારી /કર્મચારી –
(૧) પો.ઇન્સ.શ્રી એન.એસ. વસાવા (ર) પોલીસ ઈન્સ્પેકટર શ્રી આર.એચ.વાળા (૩) એ.એસ.આઈ. કનકસિંહ એસ.ગઢવી બ.નં.૧૨૩૬ (૪) એ.એસ.આઇ.કનકસિંહ એચ. જીતાલીયા બ.નં.૧૦૬૮ (૫) પો.કો.નૈલેષદાન પી.ગઢવી બ.નં.૧૪૪૮ (૬) પો.કો.ધર્મેશકુમાર બી.ગોહિલ બનં,૨૬૭ (૭) વુ.પો.કો.મૈત્રીબેન રાજેશકુમાર બ.નં. ૦૨૧૨૫
ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

