શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા તથા ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યક્તિઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા રાજય/ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા તથા ગુમ/અપહરણ બાળકો/વ્યક્તિઓને શોધવા માટે ડ્રાઇવ આપેલ હોય અને પરીણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે શ્રી આર.ડી.દિવાકર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોડ અમરેલી નાઓની ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. જા.જોગ નં.૦૫/૨૦૧૦ મુજબના કામે છેલ્લા તેર વર્ષથી ગુમ થયેલ વ્યક્તિને ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા મુકામે થી શોધી કાઢી તેના પરીવાર સાથે મિલાપ કરાવેલ.
*શોધી કાઢેલ ઇસમ*
કિશોરભાઇ શામજીભાઇ ગોપાલકા (સગર) ઉ.વ.૪૮, ધંધો-હિરા ઘસવાનો, રહે.હાલ-સુરત, કતારગામ, મગનનગર-૦૨, રસધારા એપાર્ટમેન્ટ તા.જી.સુરત મુળ-સાવરકુંડલા જી.અમરેલી
*ગુમ થવાનું કારણ*
આ કામે મજકુર ઇસમ ઘર કંકાસના કારણે કંટાળી જઇ પોતે પોતાની રીતે કોઇને કહ્યા વગર તેમના ઘરે નિકળી ગયેલ.
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી,દિવાકર પો,સબ,ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડએ રીતેના જોડાયેલ હતા…
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


