Gujarat

છોટાઉદેપુરમાં જિલ્લા પ્રભારી  મંત્રી  નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું.

 જન કલ્યાણકારી યોજનાઓના
લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાધ્યો ઇ-સંવાદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ૧૦ કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા ૨૧ હજાર કરોડથી વધુની ૧૧મા હપ્તાની રકમ વડાપ્રધાનના હસ્તે ઈ-ટ્રાન્સફર કરવામાં આવી.
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર (મંત્રી, આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તબીબી શિક્ષણ)ની ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સાથે સીધા સંવાદ કાર્યક્રમ સહિત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ સંમેલનનું સ્વામીનારાયણ સત્સંગ હોલ, ઘેલવાંટ, ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત દેશના ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂા. ૨૧ હજાર કરોડથી વધુની રકમ ઇ-ટ્રાન્સ્ફર કરી હતી.
કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ  ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન  પટેલ જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંઘ, માજી ધારાસભ્યશ્રી શંકરભાઇ રાઠવા, પૂર્વ સંસદીય સચિવ જયંતીભાઇ રાઠવા, જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, ગુજરાત આદિજાતિ વિકાસ બોર્ડના ડિરેક્ટર જશુભાઈ રાઠવા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના પ્રમુખઓ , જીલ્લા પંચાયતના સદસ્યઓ , અન્ય પદાધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાજનોએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન  અને મંત્રીના  સાથે સીધા સંવાદ અને કેન્દ્ર સરકારના આઠ વર્ષની પુર્ણાહુતી ટાણે તેઓના રાષ્ટ્ર જોગ શુભેચ્છા સંદેશ માણ્યો હતો.
વિશાળ જનમેદનીને સંબોધતા પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા યશસ્વી વડાપ્રધાને પ્રજાલક્ષી, કલ્યાણકારી અને લોકહિતના જે કામો કર્યા છે તેને આઠ વર્ષ પૂર્ણ થયા છે જે અંગે આજે વડાપ્રધાન હિમાચલપ્રદેશના સિમલાથી દરેક રાજ્યના દરેક જિલ્લામાં વર્ચ્યુઅલ સંવાદ કરવાના છે. પ્રથમ વાર જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાને સોગંદવિધિ વખતે જે વચનો સમગ્ર રાષ્ટ્રને આપ્યા હતા તે બધા જ વચનો તેઓએ પૂર્ણ કર્યા છે. જે કામોનું ખાતમુહૂર્ત સરકારે કર્યું હતું તે બધા જ કામોનું આ સરકારે જ લોકાર્પણ પણ કર્યું છે. અંબાજીથી ઉમરગામની જે પૂર્વપટ્ટી છે ત્યાં આદિવાસી ભાઇઓ પહેલા કાચા મકાનો અને ઝૂંપડામાં રહેતા હતા તેઓના મકાનો પહેલાં કરતાં સારા કર્યા છે. સૌને પાકા મકાન આપવાનું યશસ્વી વડાપ્રધાન સાહેબનું સેવેલું સ્વપ્ન માનનીય ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર પૂર્ણ કરી રહી છે. ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર વિકાસના શિખરો સર કરવા તરફ ઝડપી ગતિ સાથે આગળ વધી રહી છે. આપણા માનનીય વડાપ્રધાને બહેનોની દરકાર કરીને બહેનોના આરોગ્યના હિત માટે બહેનોના નામ પર જ ગેસ કનેક્શન આપવા માટે ઉજજ્વલા યોજનાનું આયોજન કરીને દેશની કરોડો મહિલાઓના જીવનમાં નવું પ્રભાત સર્જ્યું છે. બાળકો અને મહિલાઓને પોષણ માટે વહીવટી તંત્રની સાથે જનતા જનાર્દનને પણ સાથે જોડીને પોષણ અભિયાન થકી સમગ્ર દેશને સુપોષિત કરવાનું ભગીરથ કામ કર્યું છે, કોરોના કાળ દરમિયાન દેશના બધા જ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. સ્વદેશી રસી થકી આપણા દેશ સહિત વિશ્વભરમાં મફત રસી વિતરણ કરીને વૈશ્વિક કક્ષાએ દેશની નામના વધારી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

31-05-2022_-Garib-kalyan-sammelan-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *