છોટાઉદેપુર જિલ્લામાં કામ કરતા લેન્ડ રેકર્ડ વર્ગ ત્રણ ના કર્મચારીઓ અ ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા તમામ કામગીરી ઉપર રોગ લાગી જવા પામી છે. ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ-૩ કર્મચારી મંડળના આદેશ અનુસાર છોટા ઉદેપુર જિલ્લામાં કામ કરતા લેન્ડ રેકર્સ વર્ગ ત્રણના કર્મચારીઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી પડતાં જમીન રેકોર્ડ બાબતની તમામ કામગીરી ઠપ થઈ જવા પામી હતી. ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્તનના કર્મચારીઓની ચાલતી લડત તેઓના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબત
છોટાઉદેપુર,તા.૭ માટે તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર હોવાથી જમીન માપણી કામગીરી, મિલક્તની માપણી, સીટી સર્વેમાં માલિકનું નામ દાખલ કરવાની કામગીરી, પ્રોપર્ટી કાર્ડ નકલની કામગીરી ખોરંભે ચઢેલ છે. સદર કર્મચારીઓની હડતાલના પગલે વિસ્તારની પ્રજાના કામો હાલ તો ખોરંભે ચડેલ છે. અત્રે ખાસ ઉલ્લેખની છે કે આગામી સમયમાં દિવાળી દસ્તક આપી રહી છે ત્યારે અનેક બાંધકામ માટેના મુહૂર્તો નક્કી કરવામાં આવે છે, ત્યારે જમીન સંબંધી કામકાજ ઉપર રોક લાગી હોય ત્યારે હાલ તો પ્રજાને થોભો અને રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
