Gujarat

છોટાઉદેપુર અને પાવીજેતપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કાર્યકરોમાં ખુશી

છોટાઉદેપુર અને પાવીજેતપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંગ્રામ રાઠવા અને સુખરામ રાઠવા ને જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ વિધાનસભાની સીટો આવેલી છે જેમાં કોંગ્રેસ પક્ષે ત્રણે ત્રણ વિધાનસભાની સીટોના ઉમેદવાર જાહેર કર્યા છે છોટાઉદેપુર જિલ્લાની મહત્વની ગણાતી છોટાઉદેપુર બેઠક પર સંગ્રામ રાઠવા પાવીજેતપુર બેઠક પર સુખરામ રાઠવા અને સંખેડા બેઠક પર ધીરુભાઈ ભીલને જાહેર કરવામાં આવ્યા છે ગત મોડી રાત્રે છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસ સાંસદ નારણભાઈ રાઠવા ના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ને ટિકિટ માટે જાહેર કરવામાં આવ્યા હતા અને પાવીજેતપુર બેઠક પર વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ને પણ ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે છોટાઉદેપુર વિધાનસભા બેઠક માટે પણ ખેંચતાણ ચાલતી હતી વર્તમાન ધારાસભ્ય અને લોકસભાના સાંસદ વચ્ચે ટિકિટ માટે ખેચતાણ જોવા મળી હતી છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને એમના પુત્રને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે ત્યારે ગત રાત્રે કોંગ્રેસના બે ઉમેદવાર ના નામ જાહેર થતાં કોંગ્રેસના કાર્યક્રમમાં ખુશી જોવા મળી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

FB_IMG_1668403774094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *